Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    નાસ્તાની દુકાન કાટમાળથી ઉભરાઈ
જામનગર તા. ૩૧ઃ જામનગરના નાગનાથ ગેઈટ વિસ્તારમાં ગઈ સાંજે એક દુકાનમાં છતનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. સદ્નસીબે કોઈ માનવહાનિ થવા પામી ન હતી. આ દુકાનનો બાકીનો જરૂરિયાત મુજબનો કાટમાળ આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર છે.
જામનગર શહેરના નાગનાથ ગેઈટ વિસ્તારની વિનોદ નાસ્તા ભૂવન - પરોઠા હાઉસ નામની દુકાનમાં ગઈ મોડી સાંજે છતનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. દુકાન સંચાલક હજુ દુકાન બંધ કરીને ત્યાં જ હતા ત્યાં જ આ દુર્ઘટનાના કારણે દુકાનમાં ચોતરફ કાટમાળ વેર વિખેર જોવા મળ્યો હતો. જો કે, બનાવ સમયે દુકાનમાં કોઈ હાજર નહીં હોવાથી કાંઈ માનવહાનિ થવા પામી ન હતી. આ અંગેની જાણ થતાંજ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી બનાવ સ્થળે દોડી ગઈ હતી. અને જરૂરી કામગીરી કરી હતી. આજે વધારાની જરૂરી કામગીરી હાથ ધરીને કાટમાળની ભાંગતોડ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  