જસ્ટિસ સૂર્યકાંતને ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા.
ભારતને ઈરાન સ્થિત ચાબહાર પોર્ટ પર અમેરિકાના પ્રતિબંધોમાંથી છ મહિના માટે રાહત અપાઈ.
શંકાશીલ પતિ લગ્ન જીવનને નરક સમાન બનાવી શકે છેઃ કેરળ હાઈકોર્ટ.
મહિલા વન-ડે વર્લ્ડકપઃ ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ રન ચેઝ સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી.
હેલ્થ ઈન્સ્યોરન્સ પર જી.એસ.ટી. નાબૂદી માંગમાં ૩૮ ટકાનો વધારોઃ પોલિસી બજારનો રિપોર્ટ
પાકિસ્તાને ગુરૂનાનક જન્મ જયંતી માટે ભારતના ૨૧૦૦થી વધુ શીખ યાત્રાળુઓને વિઝા આપ્યા.
અમેરિકાની કંપની એનવીડિયા પાંચ ટ્રિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ કંપની બની.
રશિયાએ પરમાણુ ક્ષમતાવાળા ટોર્પિડો 'પોસાઈડન'નું સફળ પરીક્ષણ કર્યું.
અનિલ અંબાણી સાથેની લેવડ-દેવડથી યસ બેંકને રૂ. ૨૭૦૦ કરોડનું નુકસાન થયું: સીબીઆઈની ચાર્જશીટમાં જાણકારી અપાઈ.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રૂ. ૩૦૦૦ કરોડનું દાન મળ્યું, તમામ દાતાઓને કરાશે સન્માનિત.
ગાઝા પર ફરી ઈઝરાયલનો ભીષણ હૂમલો, ૧૪૦ લોકોના મોત.
ભારતીય મૂળના યુવકે અબુધાબીની સૌથી મોટી ૨૩૦ કરોડ રૂપિયાની લોટરી જીતી ઈતિહાસ રચ્યો.
પીકલ બોલ વર્લ્ડ કપ-૨૦૨૫માં ભારતે પ્રથમ દિવસે ૪ ગોલ્ડ સાથે ૬ મેડલ જીત્યા.
ભારત આગામી વર્ષોમાં વિકસિત માર્કેટનો દરજ્જો હાંસલ કરશેઃ આર.બી.આઈ.
દેશની સરકારી તેલ શોધખોળ કંપની ઓઈલ ઈન્ડિયાના રશિયાની બેંકોમાં લાભાંશ રૂપે રાખેલ ૨૬૪૬ કરોડ રૂપિયા અટવાયા.
ઈઝરાયલના પી.એમ. નેતન્યાહૂએ ગાઝા પર શક્તિશાળી હૂમલા કરવાનો આદેશ આપ્યો.
સંઘ પ્રમુખ મોહન ભાગવત ૧ વર્ષ સુધી સમગ્ર દેશમાં ભ્રમણ કરશે.
લદ્દાખમાં જાહેર સ્થળોએ પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો.
એ.આઈ. પર પોતાનું ધ્યાન વધારીને વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને ૧૪૦૦૦ કર્મચારીની છટણી કરી.
સદીનું સૌથી ભયાનક વાવાઝોડું 'મેલિસા' જમૈકામાં ત્રાટક્યું: ૨૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ.
પેરિસઃ પ્રસિદ્ધ ચિત્રકાર પિકાસોનું ૮૨ વર્ષ જુનું પેઈન્ટિંગ ૨૮૮ કરોડ રૂપિયામાં નિલામ થયું.
ગોપનીયતાના ઉલ્લંઘન બદલ ઓસ્ટ્રેલિયામાં ફેસબૂક યુઝર્સને વળતર તરીકે મેટા રૃા. ૨૭૦ કરોડ આપશે.
સરકારી દવાઓની સપ્લાય ચેઈનમાં ડ્રગ ટ્રેસિંગ સિસ્ટમ અમલમાં લાવનાર મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું.
અમદાવાદઃ ડી.આર.આઈ.એ રૂ. ૪.૮૨ કરોડના ચીનના ફટાકડા જપ્ત કર્યા.
હિંમતનગર રેલવે સ્ટેશનથી ૭૯ લાખનું બિનવારસી ડ્રગ્સ ઝડપાયું.
સાઉથ એશિયન સિનિયર એથ્લેટ્કિસમાં ગુજરાતના રૂચિત મોરીએ ૪૦૦ મી. હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
સ્વિત્ઝર્લેન્ડની ટેનિસ સ્ટાર બલિન્ડા બેનકિચે જાપાન ઓપનનું ટાઈટલ જીત્યું.
રશિયાએ વિશ્વની પહેલી પરમાણુ સંચાલિત અમર્યાદિત રેન્જની ક્રુઝ મિસાઈલ 'બુરેવેસ્ટનિક' ના સફળ પરીક્ષણનો દાવો કર્યો.
ભારતની ત્રણેય સેના પાકિસ્તાન સરહદ નજીક તા. ૩૦-ઓક્ટોબરથી ૧ર દિવસ સુધી ત્રિશુલ કવાયત કરશે.
અમેરિકાના વિદેશમંત્રી માર્ક રૂબિયોએ કહ્યું હતું કે, અમેરિકા, પાકિસ્તાન સાથેના સંબંધોને વધારવા ભારત સાથેની મિત્રતાને જોખમમાં મૂકશે નહીં.
તેલંગણાઃ કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટર.
રેસર ઔશ્ચર્યા પિસે 'રેલી ટુ મોરોક્કો' જીતનારી પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બની.
દેશના સૌથી જુના સ્ટોક એક્સચેન્જમાંનું એક કોલકાતા સ્ટોક એક્સચેંજ બંધ થશે.
કોર્ટના આદેશોનો અમલ ન કરવો એ ન્યાયની મજાક છેઃ સુપ્રિમકોર્ટ.
મોરક્કોએ પ્રથમવાર અંડર-ર૦ ફિફા વર્લ્ડકપ જીત્યો.
ફ્રાન્સના લુવ્ર મ્યુઝિયમમાંથી માત્ર સાત મિનિટમાં નેપોલિયનના ૮ કિંમતી ઝવેરાતની ચોરી.
ચીન ૫ાકિસ્તાનનો રિમોટ સેન્સિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો.
કેનેડાની ર૩ વર્ષીય ટેનિસ ખેલાડી લૈલા ફર્નાન્ડિઝે જાપાન ઓપનનું ટાઈટલ જીત્યું.
ચંદ્રયાન ટુ લુનર ઓર્બિટરે સૌર વાવાઝોડાની ચંદ્રના વાતાવરણ પર સીધી અસરની નોંધ કરીઃ ઈસરોની ઐતિહાસિક શોધ.
ચૂંટણી પંચે છ વર્ષ પછી પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી.
જેઈઈ મેઈન-ર૦ર૬ ની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. બન્ને સત્રોનું સમયપત્રક જાહેર.
નેશનલ મેડિકલ કમિશને એમબીબીએસ માટે નવી ૧૦,૬પ૦ બેઠકોને મંજૂરી આપી. ૪૧ નવી મેડિકલ કોલેજોને મંજૂરી.
ભારતમાંથી નિકાસ સપ્ટેમ્બર માસ દરમ્યાન ૬.૭૫% વધી ૩૬.૩૮ અબજ ડોલર નોંધાઈ.
દેશમાં તહેવારોમાં પેસેન્જર વાહનોનું વેચાણ વધી ૩૭૨૪૫૮ યુનિટ્સ નોંધાયુંઃ એસ.આઈ.એ.એમ.
ભારતે રશિયાના ઓઈલ માટે યુઆનમાં ચૂકવણી શરૂ કરી.
બ્રિટિશ સરકારે રશિયા પર ૯૦ નવા પ્રતિબંધો લાદ્યા, ભારત સ્થિત નયારા એનર્જી લિ. નો પણ સમાવેશ.
રિટેલર્સને તેમના ઉચ્ચ-સ્તરીય ઉત્પાદનો નિશ્ચિત ભાવે વેચવા માટે દબાણ કરવા બદલ ઈયુ એ ફેશન બ્રાન્ડ ગુચીને રૂ. ૧૦૭૦ કરોડનો દંડ ફટકાર્યો.
ગૂગલ વિશાખા૫ટ્ટનમમાં ૧ ગીગા વોટનું એઆઈ ડેટા સેન્ટર બનાવશે.
રૂબિક્સના રિપોર્ટ અનુસાર ભારતનું ઈ-કોમર્સ માર્કેટ વર્ષ-ર૦૩૦ સુધીમાં ૩૪પ અબજ ડોલરને આંબશે.
દેશમાં સપ્ટેમ્બર માસમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૦.૧૩ ટકા થયો.
close
Ank Bandh