Advertisement
Author: નોબત સમાચાર

ભાજપ ઉપર મતોનો વરસાદ કરનારા નગરજનો હવે ગાળો વરસાવી રહ્યા છે

ખંભાળીયા નગરપાલિકાનું અંધેર તંત્ર...!

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયા પાલિકામાં હજુ નવા વિસ્તારોમાં તો ગટર વ્યવસ્થા પહોંચી નથી ત્યાં ખંભાળીયામાં રાવલીયા પાડા વિસ્તારમાં કે જ્યાંથી ઘી ડેમ જવા તથા ગોકુલધામ સહિતની આઠેક સોસાયટીના રસ્તા તથા રાવલીયા પાડા વિસ્તારના ગરીબ મજુર પ્રજાનો રોજનો ચાલવાનો રસ્તો છે ત્યાં નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી છલકાતી ગટરોનું પાણી જથ્થાબંધ આવતા દિવસોથી ફૂટ ફૂટ પાણી અને ગટરનું ગંધાતુ પાણી રહેતા વાહનચાલકો તો પાણી ઉડાડતા નીકળી જાય, પણ પગપાળા ચાલતા લોકોએ પથ્થરો મૂકીને ચાલવાનો રસ્તો બનાવ્યો છે તેવી સ્થિતિમાં દિવસો સુધી નીકળવું પડતુ હોય, લોકોમાં રોષ સાથે સતત ગટરના ગંધાતા પાણીથી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો પણ ફેલાયો છે.

આ પહેલા વોર્ડ નં. ૭ના સદસ્યા તથા પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યએ કડક રજૂઆત કરતા આ પ્રશ્ન ઉકેલાઈ ગયો હતો, પરંતુ ગ્રામ પંચાયત તરફથી આવતા પાણીના નિકાલની વ્યવસ્થા જે ગ્રામ પંચાયતે કરવાની હોય, પરંતુ અહીં પાલિકા વિસ્તારમાં આવતા ગંભીર સ્થિતિથી દિવસો સુધી ગટરોના ગંધાતા પાણીમાં વગર વરસાદે ગંધાતા પાણીમાં લોકોને રહેવું પડતુ હોય, ત્યારે રોષની લાગણી સાથે પાલિકા પ્રત્યે ફિટકાર અને રોજ ત્યાંથી પસાર થતા લોકો ગાળોના વરસાદ વરસાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh