Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુલા સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં આર્થિક સ્થિતિ સુધરે, વ્યાપાર-ધંધામાં સમય લાભદાયી
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહો આપના પક્ષમાં રહેતા જણાય. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-દોડધામ-શ્રમ રહે. તા. ૬ થી ૯ તણાવ રહે. તા. ૧૦ થી ૧ર સારી.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે ખર્ચ-વ્યયના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું, જો કે જરૂર પૂરતી આર્થિક સહાય મળી રહેે, જેના કારણે નાણાકીય સ્થિતિ સરભર બની રહે. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો-માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. તા. ૬ થી ૯ ખર્ચાળ. તા. ૧૦ થી ૧ર સાનુકૂળ.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના જણાય છે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિના દર્શન કરી શકો. ગૃહસ્થજીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાતકોને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. આરોગ્ય બાબતે સમય નરમ-ગરમ જોવા મળે. તા. ૬ થી ૯ શુભ. તા. ૧૦ થી ૧ર વિવાદ ટાળવા.
Cancer (કર્ક: ડ-હ)
તમામ માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે સક્રિય બનતા જણાવ. વડીલ વર્ગના આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. તા. ૬ થી ૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૦ થી ૧ર પારિવારિક કાર્ય થાય.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. તા. ૬ થી ૯ લાભદાયી. તા. ૧૦ થી ૧ર મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભાગ્ય ઉપર નિર્ભર રહેવું પડે. વ્યવસાય ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. ધાર્યો લાભ અટકાતા થોડાઘણાં અંશે નાણાભીડનો સામનો કરવો પડે. જાહેર જીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. આબરૂ-કીર્તિમાં વધારો થાય. પારિવારિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી-મતભેદ થઈ શકે છે. બગડેલું સ્વાસ્થ્ય સુધરતા રાહત અનુભવી શકશો. તા. ૬ થી ૯ નાણાભીડ. તા. ૧૦ થી ૧ર પ્રવાસ.
Libra (તુલા: ર-ત)
આપના માટે નાણાભીડ દૂર કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થતી જોવા મળે. નાણા પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ બની રહે. સ્વાસ્થ્ય એકંદર સારૂ રહેવા પામે. તા. ૬ થી ૯ લાભદાયી. તા. ૧૦ થી ૧ર ધર્મકાર્ય થાય.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ પ્રતિષ્ઠિત-વગદાર વ્યક્તિ સાથેે મિલન-મુલકાત થાય જે ભવિષ્યમાં આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધામાં શાંત ચિત્તે નિર્ણયો લેવા. વિદ્યાર્થી વર્ગ માટે સમય શુભ ફળદાયી બની રહે. ભાઈ-ભાંડુ, કુટુંબીજનો સાથે પિતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ થવાની સંભાવના જણાય છે. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. તા. ૬ થી ૯ મિશ્ર. તા. ૧૦ થી ૧ર મિલન-મુલાકાત.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી, સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ સંભાળવી પડે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. તા. ૬ થી ૯ માન-સન્માન મળે. તા. ૧૦ થી ૧ર પ્રવાસ-પર્યટન.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે સમસ્યાઓનું નિરાકરણ લાવતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહ દરમિયાન અવરોધોને પાર કરવા સક્ષમ બનશો. ગ્રહ-ગોચર પણ મહદ્અંશે આપના પક્ષમાં હોય, પરિશ્રમની સાથે ભાગ્યનો પણ સુમેળ જોવા મળે. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી તથા સાહસ થઈ શકે. નાણાકીય ક્ષેત્રે સંતોષકારક વૃદ્ધિ જોવા મળે, જ્યારે આરોગ્ય બાબતે થોડી ચિંતાભરી, પેટ સંબંધીત રોગોના ભોગ બનવું પડી શકે છે. પ્રવાસ-મુસાફરી અંગે રૂકાવટો દૂર થાય. તા. ૬ થી ૯ સફળતા. તા. ૧૦ થી ૧ર આરોગ્ય સાચવવું.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે તડકા-છાંય જેવી મિશ્ર પરિસ્થિતિ દર્શાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસો દરમિયાન ઘર-પરિવાર બાબતે દોડધામ રહે. જવાબદારીઓ વધતી જણાય. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો, જ્યારે સુખ-સગવડની પાછળ નાણાકીય ખર્ચ પણ થતો જણાય. આવક કરતા જાવકનું પ્રમાણ વધારે જોવા મળે. સામાજિક-જાહેરજીવન સાથે સંકળાયેલ જાતકોએ હિતશત્રુથી સાવધાન રહેવું. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સાથ-સહકાર મળે. તા. ૬ થી ૮ ખર્ચાળ. તા. ૯ થી ૧ર વ્યસ્તતા રહે.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિઓ ઘણી વખત વિપરિત જોવા મળે. ધાર્યા કામમાં વિલંબ કે અવરોધ આવી શકે. ક્રોધ-આવેશને તમારા ઉપર હાવી ન થવા દેવું. ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સામાન્યથી સારી રહે, છતાં ધાર્યા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ક્રમશઃ તેમાંથી છૂટકારો મળતા રાહત અનુભવશો. પ્રવાસ યાદગાર તથા ખર્ચાળ રહે. તા. ૬ થી ૯ વાદ-વિવાદ ટાળવો. તા. ૧૦ થી ૧ર સ્વાસ્થ્ય સુધરે.
સુર્યોદય : ૬-૩૬ - સુર્યાસ્ત : ૭-૦૩
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૫ :
તા. ૦૭-૦૪-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,
મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ જ્યેષ્ઠા,
યોગઃ વ્યતિપાત, કરણઃ ગર
તા. ૦૭ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકિય બાબતે આપની આવકમાં વધારો થતો જણાય. ખર્ચ ઘટતા બચત કરી શકો. જુની ઉઘરાણીના નાણા છૂટા થતા લાભ જણાય. વ્યાયસાયિક કામકાજમાં ન ધારેલી સાનુકૂળતા-સફળતા મળી રહે. ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ,નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. કુટુંબ પરિવાર, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસ થાય.
બાળકની રાશિઃ વૃશ્ચિક ૨૯:૫૪ સુધી પછી ધન
મિન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પ્રસન્નતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં પ્રતિકૂળતા રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
સિઝનલ ધંંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કામની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪
Leo (સિંહ: મ-ટ)
આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક ચિંતા જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ મળી રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮
Libra (તુલા: ર-ત)
આપે દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે આવેશ-ઉશ્કેરાહટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકિય-સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૬
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. ધર્મ કાર્ય-શુભ કાર્ય થઈ શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯
સુર્યોદય : ૬-૩૭ - સુર્યાસ્ત : ૭-૦૩
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૪ :
તા. ૦૬-૦૪-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,
મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ અનુરાધા,
યોગઃ સિદ્ધિ, કરણઃ કૌલવ
તા. ૦૬ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં સાનુકૂળતા મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થાય. સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ કરી શકો. ધર્મકાર્ય-શુભકાર્યમાં સહભાગી થાવ. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને.
બાળકની રાશિઃ વૃશ્ચિક
ધન સહિત બે રાશિના જાતકોને કામની કદર-પ્રશંસા થાય. યશ-પદમાં વૃદ્ધિ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૫
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતા કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૮
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકિય કામમાં, સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા ન થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭
Libra (તુલા: ર-ત)
નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું થાય. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગના, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૭-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાય.
શુભ રંગઃ મોરપીંછ- શુભ અંકઃ ૫-૮
સુર્યોદય : ૬-૩૭ - સુર્યાસ્ત : ૭-૦૩
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૩ :
તા. ૦૫-૦૪-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૪,
મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ વ્રજ, કરણઃ બવ
તા. ૦૫ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ રહે. ક્યારેક કામમાં સાનુકૂળતા જણાય તો ક્યારેક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. આપે સમય-સંજોગો અનુસાર નિર્ણય કરી આગળ વધવું. નાણાકિય બાબતે આપને આવક જણાય પરંતુ જાવકનું પ્રમાણ વધી જતાં આપને નાણાભીડ જણાય. પરદેશના કામમાં આપને સરળતા જણાય. વિદ્યાર્થીવર્ગનો સમય સારો રહે.
બાળકની રાશિઃ તુલા ૧૭:૨૯ સુધી પછી વૃશ્ચિક
કર્ક સહિત બે રાશિના જાતકો મહેનત-બુદ્ધિ-અનુભવથી કામનો ઉકેલ લાવી શકે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સહકાર મળી રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭
Cancer (કર્ક: ડ-હ)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૪
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં હરિફવર્ગ, ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૩
Libra (તુલા: ર-ત)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
જુના મિત્રવર્ગ-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૭-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્ર વર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૬
Capricorn (મકર: ખ-જ)
સિઝનલ ધંંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. ઘર-પરિવારના પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૬
મીન સહીત બે રાશિને આવનારા સપ્તાહમાં કામમાં સફળતા મળે, કામનું ભારણ વધે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્ર સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય. આપના કાર્યો-પ્રયાસોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળીભૂત થતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહે. આહાર-વિહાર, પડવા-વાગવાથી સાવચેતી રાખવી. દાંપત્યજીવનમાં સંબંધોમાં એકરૂપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. મોજ-શોખ પાછળ ખર્ચ થાય. તા. ૩૦ થી ર ખર્ચાળ. તા. ૩ થી પ લાભદાયી.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ બેચેનીભરી રહેવા પામે. ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી જણાય છે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધ રહેવું. તા. ૩૦ થી ર મિશ્ર. તા. ૩ થી પ વિવાદ ટાળવા.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ સામા પવને ચાલતા હોય તેવો અનુભવ થાય. પરિસ્થિતિને કાબૂમાં લેવા અથાગ મહેનત-પરિશ્રમ કરવા પડે. વ્યાપાર-ધંધામાં આર્થિક વ્યવહારોમાં સાવચેતી દાખવવી. કોર્ટ-કચેરી જેવા સરકારી કાર્યોમાં અન્ય વ્યક્તિની મધ્યસ્થા દ્વારા સારૂ રહે. જાહેરજીવન ક્ષેત્રે વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત થાય. ધાર્મિક-આધ્યાત્મિક બાબતોમાં આપની રૂચિ વધતી જણાય. તા. ૩૦ થી ર સંભાળવું. તા. ૩ થી પ મિલન-મુલાકાત.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે નવી પ્રવૃત્તિઓ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. નવી વ્યાવસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે, છતાં નોંધપાત્ર આવક માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં નાના-મોટા વાદ-વિવાદ થઈ શકે. મિત્ર સાથે અણબનાવ થઈ શકે. તા. ૩૦ થી ર નવીન કાર્ય થાય. તા. ૩ થી પ વિવાદ ટાળવા.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપને ત્રસ્તતાનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે ઈજ્જત-આબરૂમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. જમીન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો. ગૃહસ્થજીવનમાં વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ૩૦ થી ર કાર્યભાર વધે. તા. ૩ થી પ માન-સન્માન.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારના સદસ્યો સાથે મનમેળ સાધી શકશો. ભાઈ-ભાંડુની સહાય-સલાહ ઉપયોગી નિવડે. ગૃહસ્થજીવનનું વાતાવરણ પ્રફૂલ્લિત જણાય. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. નાણાકીય સ્થિતિ થોડી નબળી પડતી જણાય. મર્યાદિત આવકની સાથે ખર્ચનું પ્રમાણ વધારે થતા આર્થિક ભીંસની અનુભૂતિ થતી જણાય. યાત્રા-પ્રવાસ સુખદ, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૩૦ થી ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩ થી પ આનંદદાયી.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સકારાત્મક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપતાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની અંદર એક નવી ઊર્જાનો સંચાર થતો જણાય. કાર્યશૈલીમાં સુખદ બદલાવ લાગી શકશો. અધુરા કે અટવાયેલા કાર્યો આગળ વધારી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવું સાહસ થઈ શકે. આર્થિક સ્થિતિમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોઈ શકો. સ્વાસ્થ્યની બાબતમાં સમય થોડો નબળો જણાય છે. આહાર-વિહારમાં કાળજી રાખવી જરૂરી જણાય છે. તા. ૩૦ થી ર ઉત્સાહ રહે. તા. ૩ થી પ તબિયત સાચવવી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે રૂકાવટો અને વિઘ્નોને કારણે માનસિક રીતે અસમંજસમાં રહી શકો, જેની થોડીઘણી અસર આપની આર્થિક સ્થિતિ ઉપર પડતી જણાય. આકસ્મિક ધનલાભ દ્વારા પરિસ્થિતિને સંભાળવા સક્ષમ બની શકશો. સામાજિક ક્ષેત્રે માન-મોભામાં વૃદ્ધિ થતી જોવા મળે. ઘર-પરિવારના વ્યક્તિઓ સાથે સમય સુખરૂપ પસાર થાય. દાંપત્યજીવનમાં વસંત ખીલતી જણાય. તા. ૩૦ થી ર સુખદ. તા. ૩ થી પ નાણાભીડ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે આપ પ્રફૂલ્લિત બનશો. કાર્યક્ષમતામાં વધારો થાય. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૩૦ થી ર સ્વાસ્થ્ય સુધરે. તા. ૩ થી પ સંબંધ સુધરે.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે નફા-નુક્સાનભર્યું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન નાણાકીય ઉલટફેરો જોવા મળી શકે છે. અણધાર્યા ખર્ચાઓને કારણે મહિનાનું આર્થિક બજેટ હાલક-ડોલક થતું જણાય, જ્યારે વ્યાપર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપની કુનેહ તથા પરિશ્રમથી ધાર્યો લાભ પણ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય બાબતે આ સમય એકંદરે સારો પૂરવાર થાય. યાત્રા-પ્રવાસનું આયોજન વિચારતા હોવ તો સમય અનુકૂળ રહે. ઘર-પરિવારમાં વડીલ વર્ગ સાથે વાદ-વિવાદ ટાળવો સલાહભર્યો રહેશે. તા. ૩૦ થી ૧ વ્યવસાયમાં લાભ. તા. ર થી પ ખર્ચાળ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળામાં પરેશાનીઓનો બોજ હળવો થતો જણાય. કોઈ અણધારી મદદ મળતી જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેવા પામે. ઋતુગત નાની-મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. સામાજિક જીવનમાં આપના પ્રયાસો-કાર્યોને બિરદાવવામાં આવે. ગુમાવેલી નામના-પદ પુનઃ પ્રાપ્ત કરી શકશો. સંતાનના અભ્યાસ અંગે ચિંતા રહે. તા. ૩૦ થી ર સુખદ. તા. ૩ થી પ સામાજિક કાર્ય થાય.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે સફળતાદાયક સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષે હોય, પરિશ્રમ કરતા પ્રારબ્ધનું પ્રમાણ વધારે જોવા મળે. વ્યાપાર-ધંધામાં નવું સાહસ થઈ શકે કે નવી યોજના અમલમાં લાવી શકો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરી શકે, જ્યારે સ્વાસ્થ્ય બાબતે સમય થોડો નબળો જણાય છે. પડવા-વાગવાથી નાની-મોટી ઈજા થઈ શકે છે. વાહન ચલાવવામાં તકેદારી રાખવી ઈચ્છનિય રહેશે. પ્રવાસ-મુસાફરી આનંદદાયક તથા ખર્ચાળ પૂરવાર થાય. તા. ૩૦ થી ૧ લાભદાયી. તા. ર થી પ સ્વાસ્થ્ય સાચવવું.