Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૭-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆતમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઓકટોબરમાં રેટ ઘટાડાની અપેક્ષા, અમેરિકી ડોલર નબળો પડવા સહિતના પરિબળો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ યથાવત રહ્યા છતાં કોર્પોરેટ ઈન્ડિયા માટે પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસર જોવા મળી હતી.
ટ્રમ્પ સરકાર દ્વારા મોટી ફાર્મા કંપનીઓ પર ૧૦૦% ટેરિફ હાલ તુરત મુલતવી રાખવામાં આવતાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોવાના પોઝિટીવ પરિબળે મેટલની માંગમાં મોટી વૃદ્ધિની અપેક્ષા અને વૈશ્વિક નિકાસ માંગની પણ અપેક્ષાએ આજે ફંડોએ તેજી કરી હતી. પ્રાઈમરી માર્કેટમાં મેગા આઈપીઓની વણઝારને લઈ સેકન્ડરી માર્કેટમાં તેજી અટક્યા બાદ હવે આગામી દિવસોમાં મેગા ઈસ્યુઓ પૂરા થવાની સાથે લિક્વિડિટી સેકન્ડરી માર્કેટમાં મોટી તેજીની અપેક્ષાએ ખેલંદાઓ, ફંડોએ મોટી ખરીદી શરૂ કરી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૮%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૩૬% અને નેસ્ડેક ૦.૭૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૯ અને વધનારની સંખ્યા ૧૧૨૮ રહી હતી, ૧૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર હેલ્થકેર, સર્વિસીસ, કન્ઝ્યુમર ડીસ્ક્રીશનરી અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૦,૩૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૦,૮૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૦,૩૫૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૪૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૦,૭૯૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૭,૩૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૭,૭૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૭,૨૧૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૪૭,૬૧૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૫૨) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
જીન્દાલ સ્ટીલ (૧૦૫૭) : રૂ. ૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ. ૧૦૧૮ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
એચડીએફસી બેન્ક (૯૭૬) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૯ થી રૂ.૯૯૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૯૪૨ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
સ્ટેટ બેન્ક (૮૭૭) : રૂ. ૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. ૮૮૬ થી રૂ. ૮૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, આગામી દિવસોમાં ભારતીય શેરબજારની રુખ વૈશ્વિક પરિબળો અને સ્થાનિક આર્થિક સંકેતો પર આધારિત રહેશે. અમેરિકી રાજનીતિમાં શાંતિના સંકેતો, ફાર્મા ટેરિફ મામલે રાહત અને મધ્યપૂર્વના તણાવમાં ઘટાડો - આ બધા પરિબળો વૈશ્વિક ઇક્વિટી માર્કેટ માટે હકારાત્મક વાતાવરણ સર્જી રહ્યા છે. આ સાથે, અમેરિકન ડોલર સામે રૂપિયો સ્થિર રહેતો અને કાચા તેલના ભાવમાં થોડો સુધાર જોવાતો, ભારતીય અર્થતંત્ર માટે રાહતરૂપ છે. વિદેશી રોકાણકારો દ્વારા ચાલુ વેચવાલીમાં ધીમો પડકાર જોવાતો હોવાથી માર્કેટમાં વિશ્વાસ પાછો આવવાની શક્યતા છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાને રોકવાની ધારણા પણ ઇમર્જિંગ માર્કેટ્સ માટે ટ ેકોરૂપ બની શકે છે.
સ્થાનિક સ્તરે, કોર્પોરેટ કમાણી સીઝનની શરૂઆત પૂર્વે માર્કેટમાં સિલેક્ટિવ સ્ટોક-સ્પેસિફિક મૂવમેન્ટ જોવાય તેવી ધારણા છે. બેન્કિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ક્ષેત્રમાં ફંડામેન્ટલ સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે, જ્યારે ટેક અને ફાર્મા સેક્ટરમાં વોલેટિલિટી યથાવત્ રહી શકે છે. સરકાર તરફથી કેપેક્સ વધારાના આશાવાદી સંકેતો અને મજબૂત જીએસટી વસૂલાત પણ બજારને સપોર્ટ આપશે. વોલેટિલિટી અને વૈશ્વિક રાજકીય અસ્પષ્ટતા વચ્ચે ઈન્વેસ્ટરો માટે બાય ઓન ડીપ્સની સ્ટ્રેટેજી વધુ યોગ્ય ગણાશે.