Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનવમીના પારણા અંતર્ગત યોજાશે
જામનગર તા. ૧૧: આગામી સંવત ૨૦૮૨ ચૈત્ર સુદ ૯ ને ગુરૂવાર, તા.૨૬-૦૩-૨૦૨૬ના ભગવાનશ્રી રામચંદ્રજી પ્રાગ્ટય મહોત્સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધુમથી ઉજવવા તથા તે પ્રસંગે રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિની નાત (સમૂહ ભોજન) નું આયોજન તા. ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવારના કરવામાં આવ્યું છે. જે અંગે લોહાણા સમાજની મિટિંગ તા. ૧૪-૦૩-૨૦૨૬ને શનિવારના રાત્રે ૮ કલાકે શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર, જામનગરમાં રાખવામાં આવેલ છે.
ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાય તેવું સુંદર આયોજન કરવામાં આવેલ છે, તેથી આ મિટિંગમાં લોહાણા જ્ઞાતિના તમામ ભાઈ-બહેનો, યુવાનો, વડીલો, લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદ્ેદારો સહિત તમામને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિનના સ્થાપક સદસ્ય જીતુભાઈ લાલની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial