Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કનસુમરા પાટીયા પાસેથી ૨૯૦ ચપલા ઝડપાયાઃ સિક્કામાંથી ૨૧૬ બોટલ દારૂ સાથે એકની કરાઈ ધરપકડ
જામનગર તા. ૧૫: જોડીયાના તારાણા ટોલનાકા પરથી એલસીબીએ એક મોટરમાં લઈ જવાતી ઈંગ્લિશ દારૂની ૨૪૦૦ બોટલ સાથે બે શખ્સને પકડી લીધા છે. ગોવાણા તથા નિકાવા પાસે મોટરમાંથી બિયરના છ ટીન ઝડપાઈ ગયા છે. સિક્કામાંથી એક શખ્સ ૨૧૬ બોટલ દારૂ સાથે મળી આવ્યો છે. કનસુમરા પાટીયા પાસેથી એક શખ્સને એલસીબીએ ૨૯૦ ચપલા સાથે દબોચી લીધો છે.
જોડીયા તાલુકાના તારાણા ગામ પાસેે આવેલા ટોલનાકા નજીક એક મોટરમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એલસીબીના સુમીત શિયાર, ભયપસસિંહ, ભરત ડાંગરને મળતા પીઆઈ વી.એમ.લગારીયાની સૂચનાથી એલસીબી ટીમે વોચ રાખી હતી.
તે દરમ્યાન ટોલનાકા પરથી જીજે૩૭ બી ૯૯૮૧ નંબરની બ્રીઝા મોટર પસાર થતા તેને રોકાવી ચેક કરાવી હતી, જેમાં આ મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની-મોટી ૨૪૦૦ બોટલ નીકળી પડી હતી. આ જથ્થા સાથે જામનગરના ધુંવાવ ગામના મુસ્તાક ખમુભાઈ સફીયા, હાપાના સુમીત જયસુખભાઈ મકવાણા નામના બે શખ્સની અટકાયત કરાઈ છે. એલસીબીએ રૂ. પાંચ લાખની મોટર સહિત રૂ. ૭,૭૪,૦૦૦ નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે. આ શખ્સોએ પોતાના સાગરીત સાહિલ મોદી, સદામ સફીયા ઉર્ફે મુન્નાના નામ આપ્યા છે, અને દારૂનો જથ્થો કચ્છના કટારીયા ગામમાંથી ભરી આપવામાં આવ્યો હોવાની કબૂલાત કરી છે.
લાલપુર તાલુકાના ગોવાણા ગામ પાસે પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટ પરથી શનિવારે રાત્રે પસાર થતી જીજે ૩૮ બીઈ ૩૧૯૬ નંબરની સ્વીફ્ટ મોટરને પોલીસે રોકાવી તેની તલાસી લેતા તેમાંથી બિયરના બે ટીન મળી આવ્યા હતા. પોલીસે ટીન તથા મોટર કબજે કરી ભાણવડ તાલુકાના માનપર ગામના હાર્દિક ડાડુભાઇ બેરા નામના સખ્શની ધરપકડ કરી છે.
જામનગરના કનસુમરા તરફ જવાના રોડ ઉપર આવેલા સાંઢીયા પુલ પાસે આશાપુરા પાર્ટી પ્લોટ નજીકથી શનિવારે સાંજે પસાર થતા એક શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીને મળતા ત્યાં વોચ ગોઠવાઈ હતી.
તે દરમ્યાન નવાગામ ઘેડમાં માસ્તર સોસાયટીમાં રહેતો ઘનયામસિંહ હનુભા જાડેજા નામનો શખ્સ પસાર થતાં તેને રોકાવી તલાસી લેવાતા આ શખ્સના કબ્જા માંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૯૦ ચપલા મળી આવ્યા હતા. એલસીબીએ રૂ. ૨૯,૦૦૦ ની કિંમતના ચપલા તથા એક મોબાઇલ કબજે કરી પુછપરછ કરતા આ શખ્સે સુરતના રાજુ પાસેથી દારૂ લીધા હોવાની કબૂલાત કરી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામની ભગવતી સોસાયટીમાંથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા ભીખાભાઈ નાગસીભાઈ ગઢવી નામના શખ્સને રોકાવી પેટ્રોલિંગમાં રહેલા સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેની તલાસી લેતા તેની પાસેથી ઇંગ્લિશ દારૂની જુદી જુદી ત્રણ બ્રાન્ડની કુલ ૨૧૬ બોટલ મળી આવી હતી. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત જથ્થો ભાણવડ તાલુકાના રાણપર ગામના રાજુ કોડીયાતર પાસેથી મેળવ્યો હોવાની કબુલાત કરતા બંને સામે ગૂન્હો નોંધી કુલ ૧૮ પેટી તેમજ મોબાઈલ કબ્જે લીધો છે.
કાલાવડથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા નિકાવા ગામ પાસેની ચેકપોસ્ટ પરથી શનિવારે રાત્રે પસાર થતાં કાલાવડ તાલુકા ના ભંગડા ગામના હરીરાજસિંહ કનકસિંહ જાડેજા નામના શખ્સની
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial