Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનના ઉર્જા મથકો પરના હુમલાઓ ૧૦ દિવસ માટે સ્થગિતઃ ટ્રમ્પ

બન્ને દેશો વચ્ચે હકારાત્મક વાતચિતનો દાવો દોહરાવ્યોઃ ઈરાને ૧૦ ઓઈલ ટેન્કરો મોકલતા લીધો નિર્ણય ?

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૭: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા મથકો પર હુમલાઓ કરવાનો પ્લાન દસ દિવસ માટે સ્થગિત કરી દીધો હોવાની જાહેરાત કરતા એવો દાવો કર્યો છે કે ઈરાન સરકારના અનુરોધ પર આ નિર્ણય લેવાયો છે. ઈરાને ૧૦ ઓઈલ ટેન્કરો મોકલ્યા હોવાનો દાવો પણ તેમણે આ પહેલા કર્યો હતો.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો પર થનારા હુમલાઓને આગામી ૧૦ દિવસ માટે સ્થગિત કરી રહૃાા છે.

ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા લખ્યું કે, *ઈરાની સરકારની વિનંતી પર હું ઉર્જા મથકોને તબાહ કરવાની કાર્યવાહીને ૧૦ દિવસ માટે રોકી રહૃાો છું. આ વિરામ સોમવાર, ૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ૮ વાગ્યા સુધી જારી રહેશે.*

તેમણે વધુમાં ઉમેર્યું કે મીડિયાના અહેવાલોથી વિપરીત, બંને દેશો વચ્ચેની વાતચીત ખૂબ જ હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના તેલ અને ઉર્જા કેન્દ્રો પર ભીષણ હુમલા કરી રહૃાા હતા, જેનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો હતો. જોકે, આ દરમિયાન ઈરાને પણ વળતો પ્રહાર કરતા મધ્ય પૂર્વમાં સ્થિતિ વણસી હતી. હવે ૧૦ દિવસની આ રાહતને નિષ્ણાતો બેકચેનલ ડિપ્લોમેસી માટેનો મોટો રસ્તો માની રહૃાા છે.

આ અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ૧૦ તેલ ટેન્કરો પસાર કરવાની મંજૂરી આપીને સકારાત્મક સંકેત આપ્યો છે. શરૂઆતમાં ઈરાન માત્ર ૮ ટેન્કરો માટે તૈયાર હતું, પરંતુ બાદમાં આ સંખ્યા વધારીને ૧૦ કરવામાં આવી હતી, જેમાં કેટલાક પાકિસ્તાની ધ્વજ ધરાવતા ટેન્કરો પણ સામેલ હતા. આ ઘટનાક્રમ બાદ ટ્રમ્પે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh