Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાકિસ્તાનના ગૃહમંત્રી અને એસીસીના અધ્યક્ષ મોહમ્મદ નકવીની શરમજનક હરકત
નવી દિલ્હી/મુંબઈ તા. ર૯: ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી 'એશિયા કપ'નો ખિતાબ જીતી લેતા દુશ્મન દેશે લખણ ઝળકાવ્યા હતાં. પાકિસ્તાનના મંત્રી અને એસીસીના અધ્યક્ષ ભારતની ટ્રોફી અને ખેલાડીઓના મેડલ 'ચોરી' હોટલ ભેગા થઈ ગયા હતાં. મેચ પછી અડધી રાતે બે કલાક હાઈવોલ્ટેજ ડ્રામા થયા હતાં. ભારતે પાક. મંત્રીના હાથે ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો હતો. બીસીસીઆઈ આઈસીને ફરિયાદ કરતા ટ્રોફી વગર ભારતીય ટીમે જશ્ન મનાવ્યો હતો.
એશિયા કપ ફાઈનલમાં ભારતીય ટીમના ઓપરેશન તિલકથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું. ચોથા નંબર પર બેટીંગ કરતા તિલક વર્માએ એક છેડો પકડી રાખ્યો અને ટીમ ઈન્ડિયાને નવમા એશિયન કપ ટાઈટલ સુધી પહોંચાડ્યું.
ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહી. ફાઈનલ સહિત ત્રણ વખત પાકિસ્તાનને હરાવ્યું. ભારતના અંતિમ ફટકાએ પાકિસ્તાની ટીમને આઘાતમાં મૂકી દીધી અને મેચ સમાપ્ત થયા પછી લગભગ એક કલાક સુધી ડ્રેસિંગ રૂમમાં બંધ રહી. આ કલાક ખૂબ જ નાટકીય હતો, જ્યારે પાકિસ્તાન જીતવામાં નિષ્ફળ ગયું, ત્યારે એસીબી અને પાક ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વડા મોહમસીન નકવીએ ટ્રોફી અને મેડલ ચોરી લીધા હતાં, તેમ ભારતીય ટીથી ટ્રોફિ વિના ઉજવણી કરી. પ્રેઝન્ટેશન દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન આલી આગાની હતાશા સ્પષ્ટ દેખાઈ, તેણે રનર-અપ ચેક ફેંકી દીધો.
ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ર૦રપ જીત્યો હતો, જો કે આ વિવાદાસ્પદ ટુર્નામેન્ટનો અંત પણ વિવાદમાં આવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ, પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી ભારતની વિજેતા ટ્રોફી લઈને ભાગી ગયા હતાં તે પછી વિજય પછી ભારતીય ખેલાડીઓએ ઉજવણીમાં જોશભેર ભાગ લીધો.
સલમાન આગાના નેતૃત્વ હેઠળની પાકિસ્તાની ટીમ હાર પછી તરતજ ડ્રેસિંગ રૂમમાં પાછી ફરી અને દરવાજો બંધ કરી દીધો. પાકિસ્તાની ટીમે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં વિલંબ કર્યો. દર્શકો પ્રેઝન્ટેશનની રાહ જોતા હતાં, પરંતુ હારથી દુઃખી પાકિસ્તાની ટીમ એક કલાક સુધી ડ્રેસિંગ રૂમમાં બંધ રહી, જ્યારે ભારતીય ક્રિકેટરો અને કોચિંગ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial