ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીનો માહોલ...!!

તા. ૨૫-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

ભારતને અમેરિકાએ એચ-૧-બી વીઝા ફી વન ટાઈમ એક લાખ ડોલર લાગુ કરતાં અમેરિકામાં આઈટી પ્રોફેશનલો માટે રોજગારીની તકો ઘટવાની અને ભારતીય આઈટી સેક્ટરને અસર થવાના અંદાજો તેમજ વૈશ્વિક પરિબળો અત્યારે ચિંતાજનક રહેવા છતાં જીએસટી દરોમાં ઘટાડાનો અમલ થઈ જતાં અને ઘણા ઉદ્યોગો સાથે ગ્રાહકોને ફાયદો કરાવી આપનારા સરકારના આ સરાહનીય પગલાંને લઈ તહેવારોની મોસમમાં વેચાણ વૃદ્વિની અપેક્ષાએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૪%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૨૮% અને નેસ્ડેક ૦.૩૪% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૪ અને વધનારની સંખ્યા ૧૬૬૨ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ઓટો, કન્ઝ્યુમર ડીસ્ક્રીશનરી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૧૨,૪૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૨,૪૯૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૨,૧૮૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૭૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૨,૧૮૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૩૩,૦૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૩૪,૪૪૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૩૩,૦૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૩૪,૧૫૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

જેએસડબ્લ્યૂ સ્ટીલ (૧૧૪૪) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૧૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઓરબિન્દો ફાર્મા (૧૦૮૦) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૦૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૯૭ થી રૂ.૧૧૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ટાટા ટેકનોલોજી (૬૮૧) : રૂ.૬૬૪ નો પ્રથમ તેમજ રૂ.૬૫૦ બીજા સપોર્ટથી આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૯૪ થી રૂ.૭૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૮૦) : હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૯૩ થી રૂ.૬૦૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૬૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા ભારતીય માલસામાન અને સેવાઓ પર ૫૦% ટેરિફ લાગુ પડ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં દેશની વ્યાપાર પ્રવૃત્તિ ઓગસ્ટની સરખામણીએ મંદ પડી હોવાનું પ્રાથમિક અંદાજો દર્શાવે છે. ઉત્પાદન અને સેવા બંને ક્ષેત્રોમાં પીએમઆઈ ઘટી ૬૧.૯૦ નોંધાયો છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો સંયુક્ત પીએમઆઈ સુધારો છે. જોકે નવા ઓર્ડરમાં ઘટાડો, નિકાસ માંગમાં નબળાઈ અને રોજગાર વૃદ્ધિ ધીમી હોવા છતાં, સંયુકત પીએમઆઈ ૫૦ની ઉપર હોવાને કારણે અર્થતંત્ર હજુ પણ વિસ્તરણની સ્થિતિમાં છે.

ઉત્પાદન ક્ષેત્રે પીએમઆઈ ૫૮.૫૦ અને સેવા ક્ષેત્રે ૬૧.૬૦ નોંધાયા છે, જે સ્પર્ધા અને ઉદ્યોગોની માંગ નબળાઈને દર્શાવે છે. ભાવિ વેપાર માટે આશાવાદ હજુ જળવાઈ રહ્યો છે. કાચા માલની કિંમત વધારો અને વેચાણ કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, ખાસ કરીને કપાસ અને સ્ટીલના ભાવ વધારાના કારણે નવા ઓર્ડરોની વૃદ્ધિ મંદ રહી છે, જેથી સેવા ક્ષેત્રમાં વધુ અસર જોવા મળી છે. તેમ છતાં, જીએસટી ઘટાડા સાથે આગામી દિવસોમાં બજારમાં માંગ મજબૂત રહેવાની શક્યતા ભારતીય શેરબજાર માટે સકારાત્મક સંકેત આપે છે.

close
Ank Bandh