Advertisement
Author: નોબત સમાચાર

જીવન જરૂરી ચીજ વસ્તુઓ આજથી સસ્તીઃ મોજ શોખ-વ્યસનો થશે મોંઘા

જીએસટી ૨.૦માં અનેક વસ્તુઓ કરમૂકત અને પાંચ ટકા હેઠળ આવરી લેવાઈઃ આજથી બચત ઉત્સવનો પ્રારંભઃ જીએસટી કાઉન્સીલ દ્વારા નવા દરો આજથી લાગુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી,તા.૨૨: જીએસટી સુધારા (જીએસટી ૨.૦) દેશમાં આજે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવ્યા છે. આ સાથે, કરિયાણાની વસ્તુઓ અને ડેરી ઉત્પાદનોથી લઈને ટીવી, એસી, અને કાર અને બાઇક સુધીની ઘણી વસ્તુઓના દર પણ બદલાશે અને સસ્તા થશે. કેટલીક લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર ટેક્સ વધશે, એટલે કે તે વધુ મોંઘા થશે.

જીએસટી કાઉન્સીલે જીએસટીમાં સુધારો કર્યો છે અને આવશ્યક ચીજવસ્તુઓ અને મોટા પાયે બજારમાં મળતા ઉત્પાદનોને વધુ સસ્તા બનાવવા માટે તેનું નવું કર માળખું ડિઝાઇન કર્યું છે. રાહત ઘરના રસોડામાંથી શરૂ થાય છે, અને આને ધ્યાનમાં રાખીને, ડેરી ઉત્પાદનો, ખાદ્ય તેલ, પેકેજ્ડ લોટ અને સાબુ જેવી અન્ય દૈનિક આવશ્યક બાળકોના શિક્ષણ, પુરવઠાથી લઈને દવાઓ, કાર, બાઇક, એર કન્ડીશનર અને ટીવી સુધીની દરેક વસ્તુના ભાવો ઘટી ગયા છે.

ખાદ્ય ઉત્પાદનો મુખ્યત્વે હવે શૂન્ય જીએસટીને આધિન છે. ૫% થી ૧૮% સ્લેબમાં આવતા ઘણા ઉત્પાદનોને જીએસટી-મુક્ત કરવામાં આવ્યા છે. આમાં દૂધ, પનીર, પીઝા, તમામ પ્રકારની બ્રેડ, તૈયાર રોટલી અને તૈયાર પરાઠાનો સમાવેશ થાય છે. વધુમાં, બાળકોની શૈક્ષણિક વસ્તુઓ જેમ કે પેન્સિલો, કટર, રબર, નોટબુક, નકશા, ગ્લોબ્સ, વોટર સર્વે ચાર્ટ, એટલાસ, પ્રેક્ટિસ બુક્સ, ગ્રાફ બુક્સ અને લેબોરેટરી નોટબુક્સ હવે ૧૨%ને બદલે શૂન્ય જીએસટીમાં ઘટાડી દેવામાં આવી છે.

દવાઓ અને આરોગ્ય અને જીવન નીતિઓ પર જીએસટી નાબૂદ કરીને રાહત આપી છે. હાલમાં ૩૩ જીવનરક્ષક દવાઓ પર લાગુ ૧૨% જીએસટી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે, જેમાં ત્રણ કેન્સરની દવાઓનો સમાવેશ થાય છે. વધુમાં, વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પોલિસીઓ પણ સંપૂર્ણપણે જીએસટી મુક્ત કરવામાં આવી છે.

જ્યારે ઉપરોક્ત વસ્તુઓ અને સેવાઓને જીએસટી માંથી મુક્તિ આપી છે, ત્યારે અન્ય આવશ્યક વસ્તુઓને ૫% સ્લેબમાં સમાવવામાં આવી છે. જેમાં ખાદ્યપદાર્થો, મીણ, વનસ્પતિ ઘી, ફળો, ડ્રાયફ્રુટસ, જયુસ, ઘર ઉપયોગી ચીજોનો સમાવેશ થાય છે.

ઈલેક્ટ્રોનિક સામાનમાં એર કન્ડીશનર (એસી) ૨૮% થી ૧૮%, ડીશ ધોવા મશીનો ૨૮% થી ૧૮%, ટીવી (એલઈડી, એલસીડી), મોનિટર, પ્રોજેક્ટર ૨૮% થી ૧૮% કરાયો છે. જયારે ટ્રેકટર, કૃષિમશીનરી, કૃષિ-સિંચાઈના સાધનો પર જીએસટી ઘટાડીને ૫ ટકા કરાયો છે.

આરોગ્ય ઉત્પાદનો જેવા કે થર્મોમીટર, ગ્લકોમીટર, સર્જિકલ સાધનો પર શૂન્ય અથવા પાંચ ટકા જીએસટી કરાયો છે.

કાર અને બાઇક ટાયર, ત્રણ-ચાર પૈડાવાળા વાહનો, બોટ વગેરે પર પણ જીએસટીના દર ઘટી ગયા છે. કાપડ ઉત્પાદનોમાં પણ કર ઘટાડાયા છે. તે ઉપરાંત કાગળ, પેપર બોર્ડ, ચામડાની ચીજવસ્તુઓ, ટાઈલ્સ, ઈંટો, પથ્થર, સિમેન્ટ, કાંકર, હીટર, દવાઓ ઉપરાંત સેવા ક્ષેત્રોમાં પણ કરવેરા ઘટશે.

બીજી તરફ લકઝરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો માટે એક નવો ૪૦ ટકાનો સ્લેબ લાગુ કર્યો છે. જેમાં પાન મસાલા, સિગારેટ, ગુટખા અને ફાસ્ટ ફૂડ. આ યાદીમાં એવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે જે લોકોને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે જુગાર, સટ્ટો અને અન્ય ગેમિંગ સેવાઓ, તેના પર ૪૦ ટકાનો ઉંચો જીએસટી લાગુ થશે. સરકારે સીન ગુડ્સ કેટેગરીમાં સુપર-લકઝરી વસ્તુઓનો પણ સમાવેશ કર્યો છે, જેમાં મોટી અને લકઝરી કાર, ખાનગી જેટ, યાટ, હેલિકોપ્ટર અને કેટલીક બાઈકની સમાવેશ થાય છે. તે ઉપરાંત આઈપીએલ ટિકિટ પણ મોંઘી થશે.

જીએસટીમાં ઘટાડો થતા

અમુલના ઉત્પાદનો થશે સસ્તા

નવી દિલ્હી તા. ૨૨: નવા જીએસટી દર લાગુ થતા, અમૂલે જાહેર કર્યુ છે કે તેના ૭૦૦થી વધુ ઉત્પાદનો સસ્તા થઈ જશે. આ નિર્ણયથી સીધો લાભ કરોડો ગ્રાહકોને મળશે અને સાથે સાથે ખેડૂતોને પણ ફાયદો થશે. કંપનીએ નિવેદન આપતા જણાવ્યું કે, આ પગલાથી ખેડૂતોની આવકમાં સંતુલન રહેશે અને ગ્રાહકોને વધુ બચત થશે. અમૂલે જણાવ્યું કે આ પહેલથી પોષણક્ષમ ખોરાક વધુ લોકો સુધી સસ્તા ભાવે પહોંચશે., અમૂલ માને છે કે, આ નિર્ણય ગ્રાહકો માટે સુવિધા અને ખેડૂતો માટે સમૃદ્ધિ લાવશે. ગુણવત્તા, પોષણક્ષમતા અને વિશ્વાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અમૂલ હંમેશા જાળવી રાખશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh