Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સ નાલ ઉઘરાણી રમાડતો હતો જુગટુઃ
જામનગર તા. ૫: ખંભાળિયાના કંચનપુર ગામ નજીક જેટકો કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતી પેઢીના મકાનમાં પોલીસે દરોડો પાડી જુગાર ઝડપી લીધો છે. એક શખ્સ નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો અને આઠ શખ્સ જુગાર રમતા હતા.
ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના વાડી વિસ્તારમાં આવેલા જેટકો કંપનીના પેટા કોન્ટ્રાક્ટમાં ચાલતી ઈન્ટીજર કંપનીના સબ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ખંભાળિયા પોલીસે દરોડો પાડ્યો હતો.
તે કંપનીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હતો. ઓપરેટર તરીકે નોકરી કરતા પૃથ્વીરાજસિંહ ધીરૂભા વાળા, યોગેશ મેરગભાઈ ધ્રાંગુ, સતિષ દવુભાઈ રૂડાચ, હરપાલસિંહ કરણસિંહ જાડેજા, વિપુલ બાલુભાઈ કણઝારીયા, મેઘાભાઈ મેસુરભાઈ ધારાણી, ઈકબાલ રજાક સેતા, અજય માંડણભાઈ હરડાજાણી, જગદીશસિંહ ઘેલુભા ચુડાસમા નામના નવ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ. ર૭પ૦૦ રોકડા કબજે કર્યા છે અને જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial