ચિરવિદાય

અમેરિકા નિવાસી (મૂળ જામનગર) હરેનભાઈ (હરૂભાઈ) ત્રિવેદી (ગુજ.ઈન્ડ.કો.ઓપ.બેંક)  (ઉ.વ.૭૬) તે સ્વ. જયંતિલાલ રવિશંકર ત્રિવેદીના પુત્ર, હેમાબેનના પતિ, વિપુલભાઈ,  ભાવિકાબેનના પિતા, સ્વ. ધીરેનભાઈ (એસ.બી.આઈ.), જયેશભાઈ (જી.જી. હોસ્પિટલ),  ગીતાબેન દવે (આર્યસમાજ હાઈસ્કૂલ)ના ભાઈ, સ્વ. બીપીનભાઈ, સ્વ. ગુણવંતભાઈ દયાશંકર  ત્રિવેદીના જમાઈનું તા. ૧૧ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. ૧૬ને  સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન મોઢ બ્રાહ્મણની વાડી, જાની કોમ્યુનિટી હોલ, સરકારી  કર્મચારી સોસાયટી, ચંદનપાર્ક મેઈન રોડ, રાજકોટમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ કિશોરચંદ્ર ગિરધરલાલ મજીઠીયા (ઉ.વ.૬૭) તે ભાવિનભાઈ, કૌશિકભાઈના  પિતા, બીનાબેન, ઈશીતાબેનના સસરા, ધવિતના દાદા, રમેશભાઈ મજીઠીયાના ભાઈ,  કાંતિભાઈ ગીરધરલાલ તન્નાના જમાઈનું તા. ૧૩-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું  (સાદડી) તા. ૧૪-૩ને શનિવારના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી શૈલેષકુમાર રમણીકલાલ શુકલ (હર્ષદ એન્જિનિયરીંગ વાળા)(ઉ.વ.૭૦) તે  કલ્પનાબેનના પતિ, સ્વ. પ્રતિક, મિથુનના પિતા, હેતલ પ્રતિક શુકલ, મૃગા મિથુન શુકલના  સસરા, વંશિકા પ્રતિક શુક્લ, ધ્યાન મિથુન શુકલ, હૃદા પ્રતિક શુકલના દાદા, ડો. ભૂપેન્દ્ર  શુકલ, સ્વ. હર્ષદરાય શુકલ, જગદીશભાઈ શુકલ, મનોજ શુકલ, પ્રદીપ શુકલના ભાઈનું તા.  ૧૧-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૩ને શનિવારના સાંજે ૫:૩૦ થી ૬  દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગરમાં  રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh