Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭: જામનગરમાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ગત્ બે દિવસમાં તાપમાનમાં દોઢ ડીગ્રીનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી અને એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના કારણે ગઈકાલે બપોરે ગરમી વધુ રહેવા પામી હતી. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. માર્ચ માસના અંતિમ દિવસોમાં ઉનાળો ધીમે-ધીમે ગતિ પકડી રહ્યો છે. જામનગરમાં ગઈકાલે પણ તેજીલા વાયરા યથાવત્ રહ્યા હતાં. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. બપોરના આકરા તાપ પછી સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા નગરજનોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કેે ઘટાડા વગર ૭૪ ટકાએ સ્થિર રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial