Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં હિન્દુસેના દ્વારા
ધ્રોલ તા. ૨૭: ધ્રોલ સનાતન ધર્મના આસ્થાના પ્રતીક અને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ 'શ્રી રામનવમી'ના પાવન અવસર નિમિત્તે ધ્રોલમાં હિન્દુ સેના દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા હર્ષોલ્લાસ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થઈ હતી. *મેરે ભારત કા બચ્ચા-બચ્ચા, જય જય શ્રી રામ બોલેગા...* અને જય શ્રીરામના ગુંજારવ સાથે સમગ્ર ધ્રોલ પંથક રામમય બની ગયો હતો. આ શોભાયાત્રાએ ધ્રોલના ઇતિહાસમાં ભક્તિ અને એકતાનું નવું પ્રકરણ આલેખ્યું છે.
હિન્દુ સેના ધ્રોલ દ્વારા *સંસ્કાર, સેવા, સંયમ, સ્વાભિમાન અને સુરક્ષા* ના પવિત્ર મંત્ર સાથે આયોજિત આ શોભાયાત્રાનું પ્રસ્થાન બપોરે ૪:૦૦ કલાકે શ્રી આંબા ભગતની જુની જગ્યા, દરબારગઢથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના પ્રારંભ પૂર્વે પ્રભુ રામચંદ્રજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી, જેમાં નગરના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા.
શોભાયાત્રાના મુખ્ય આકર્ષણમાં પ્રભુ શ્રી રામનો મનમોહક અને શણગારેલો રથ રહૃાો હતો. કેસરીયા સાફા અને પતાકાઓ સાથે હજારોની સંખ્યામાં યુવાનો અને નગરજનો ઉમટી પડ્યા હતા. માર્ગો પર ઠેર-ઠેર 'જય શ્રી રામ'ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે ધ્રોલના વેપારી મિત્રોએ પણ અભૂતપૂર્વ મોટા ભાગના પોતાના ધંધા-રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાઈને ધર્મલાભ લીધો હતો. સમગ્ર માર્ગ પર ઠંડા પીણા અને શરબતની સેવાઓ પણ રામભક્તો માટે ઉપલબ્ધ કરાવાઈ હતી.
અનેક સ્થળોએ પુષ્પવર્ષા દ્વારા રામજીની સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાની પૂર્ણાહુતિ પછી તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ સેના ધ્રોલના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો, જેને કારણે સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial