Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એપ્સટીન ફાઈલ્સ પરથી ધ્યાન હટાવવા યુદ્ધ છેડયુ ?
વોશિંગ્ટન તા. ૮: યુદ્ધ વિરામ પછી ટ્રમ્પની મુશ્કેલી વધી રહી છે. ૮૫ ડેમોક્રેટ સાંસદોએ આરોપો સાથે ટ્રમ્પને હટાવવાની માંગણી કરી હોવાના અહેવાલો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઈરાન સાથેનું યુદ્ધ વિરામ રાહતને બદલે નવી આફત લઈને આવ્યું છે. ૨૮ ફેબ્રુઆરીએ જ્યારે ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા, ત્યારે તેમને લાગતું હતું કે વેનેઝુએલાની જેમ અહીં પણ જીત સરળ હશે. જોકે, છ અઠવાડિયા સુધી ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાની ઇકોનોમી અને ટ્રમ્પની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. આખરે બંને પક્ષો વાતચીત માટે તૈયાર તો થયા, પરંતુ હવે અમેરિકાની અંદર જ ટ્રમ્પ વિરુદ્ધ મોટો બળવો ફાટી નીકળ્યો છે.
એક્સિઓસના રિપોર્ટ મુજબ, ૮૫થી વધુ ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પને પદ પરથી હટાવવાની માંગ કરી છે. અમેરિકામાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ટ્રમ્પે 'એપ્સટીન ફાઇલ્સ'ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે આ યુદ્ધ છેડ્યું હતું.
અમેરિકન કોંગ્રેસમાં બંધારણના ૨૫માં સુધારાની કલમ ૪ લાગુ કરવાની માંગ તેજ થઈ છે. આ કલમ હેઠળ જો પ્રમુખ પોતાની ફરજો નિભાવવામાં અસમર્થ હોય, તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે. જો ઉપપ્રમુખ અને કેબિનેટના બહુમતી સભ્યો લેખિતમાં જાહેર કરે કે પ્રમુખ માનસિક કે શારીરિક રીતે કામ કરવા સક્ષમ નથી, તો ઉપપ્રમુખ તરત જ કાર્યકારી પ્રમુખ બની શકે છે. સાંસદોનો આરોપ છે કે ટ્રમ્પની સનક અને બદલાતા નિવેદનો દેશ માટે જોખમી છે. હવે જોવાનું એ રહેશે કે શું રિપબ્લિકન સાંસદો અને ઉપપ્રમુખ આ હિંમત બતાવીને ટ્રમ્પને સત્તા પરથી હટાવવાની પ્રક્રિયામાં સામેલ થાય છે કે નહીં. અમેરિકાના ઈતિહાસમાં આ એક અત્યંત ગંભીર રાજકીય સંકટ તરીકે ઉભરી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial