Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેલેરી એકાઉન્ટમાંથી પગાર પણ ઉપાડી લીધાની કરાઈ રાવઃ
જામનગર તા. ૮: જામનગરના એક આસામીએ વર્ષ ૨૦૧૨માં રૂ।.૧ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા પછી રૂ।.દસેક લાખ જેટલી રકમ વ્યાજ પેટે ચૂકવી આપી હોવા છતાં તેઓએ સિક્યુરિટીમાં આપેલા ત્રણ ચેકમાંથી એક ચેકમાં રૂ।.૭ લાખની રકમ ભરી ચેક પરત કરાવી લેવાતા અને તેનો કેસ કરી નાખ્યા પછી રૂ।.૭ લાખ ન મળે તો વધુ ચેક વટાવવાની ધમકી અપાતા નાસીપાસ થયેલા આ આસામીએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વ્યાજ વસૂલનાર શખ્સે આ આસામીના સેલેરી એકાઉન્ટમાંથી જમા થતાં પગારની રકમ પણ ઉપાડી લીધાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪પમાં આવેલા ગણેશવાસમાં રહેતા હિતેશભાઈ મોહનભાઈ પરમાર નામના વાલ્મિકી પ્રૌઢે વર્ષ ૨૦૧૨માં પટેલકોલોનીની શેરી નં.૮ પાસે વસવાટ કરતા નિલેશ દિક્ષીત નામના આસામી પાસેથી રૂ।.૧ લાખ ૧૦ ટકાના વ્યાજે મેળવ્યા હતા. આ વેળાએ એટીએમ કાર્ડ, પાસબુક, ચેકબુક અને ત્રણ કોરા ચેક સહી કરાવીને લઈ લેવામાં આવ્યા હતા.
ત્યારપછી હિતેશભાઈના દર મહિને બેંક એકાઉન્ટમાં જમા થતાં પગારને પણ નિલેશ દિક્ષીત એટીએમથી ઉપાડી લેતો હતો અને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો હતો તેની જાણ થતાં હિતેશભાઈએ પોતાનંુ સેલેરી એકાઉન્ટ બંધ કરાવી દીધુ હતું. તેની જાણ થતાં નિલેશે રૂ।.૭ લાખની ઉઘરાણી કરી ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
તે દરમિયાન હિતેશભાઈ દ્વારા આપવામાં આવેલા કોરા ચેકમાં મોટી રકમ ભરી ચેક બાઉન્સ કરાવવાની ધમકી અપાતા દર મહિને વ્યાજ પેટે રૂ।.૧૦ હજાર ચૂકવવાનું શરૂ કરી હિતેશભાઈએ બે વર્ષમાં અંદાજે રૂ।.દસેક લાખ ચૂકવી આપ્યા હોવા છતાં નિલેશે એક કોરા ચેકમાં રૂ।.૭ લાખની રકમ લખી બેંકમાં રજૂ કરી દઈ ચેક પરત ફેરવ્યો હતો અને તે અંગેનો કોર્ટમાં કેસ કર્યાે હતો. તે પછી પણ રૂ।.૭ લાખ ન આપે તો બીજા ચેક વટાવવાની ધમકી અપાતા હિતેશભાઈએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial