Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેતાલીસ પત્તાપ્રેમી સામે નોંધાયો ગુન્હોઃ બે નાસી ગયાઃ રૂા.૯૦ હજારનો મુદ્દામાલઃ
જામનગર તા. ૧૯: જામનગર શહેરના જલારામનગર ઉપરાંત મોરકંડા, મોટા થાવરીયા, જોડિયાના ભીમકટા, લાલપુરના જસાપર, કાલાવડના ખરેડી, જામજોધપુરના નરમાણામાં પોલીસે જુગાર પકડવા દરોડા પાડ્યા હતા. લાલપુર શહેરમાંથી સાત મહિલા તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. કુલ નવ દરોડામાં છેતાલીસ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. તમામ સ્થળેથી કુલ રૂા.૯૦,૨૫૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
જામનગરના ગુરૂદ્વારા સર્કલ નજીક આવેલા જલારામનગર સ્થિત રબારી ચોકમાં રવિવારે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા હિમતભાઈ હંસરાજભાઈ મહેતા, લખન સુરેશભાઈ વડરૂકીયા, કિરીટભાઈ રમેશભાઈ ચોવટીયા, મહેશભાઈ મોહનભાઈ બલદાણીયા નામના ચાર શખ્સ રૂા.૧૦૧૦૦ સાથે ઝડપાઈ ગયા છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં ભરવાડપાડામાં રવિવારની રાત્રે તીનપત્તી રમતા ખોડાભાઈ સેજાભાઈ સરસીયા, રાજેશ ભગાભાઈ કાટોડીયા, લક્ષ્મણભાઈ હઠાભાઈ સરસીયા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતા. હરીભાઈ બાબુભાઈ સરસીયા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પટમાંથી ગંજીપાના તથા રૂા.૧૨૧૫૦ કબજે લઈ ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના મોરકંડા ગામમાં ગુરૂવારે સાંજે તીનપત્તી રમતા અશ્વીન કરશનભાઈ મારકણા, રોહિત જાદવજીભાઈ ગોહિલ, દીપક મગનભાઈ ડોડીયા, પ્રદીપભાઈ મગનભાઈ પ્રાગડા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૫૨૫૦ કબજે કર્યા છે.
જોડિયા તાલુકાના ભીમકટા ગામમાં રવિવારે બપોરે રોનપોલીસ રમતા લવજીભાઈ જેઠાભાઈ શેખવા, જીજ્ઞેશ પ્રવીણભાઈ હેરભા, ધીરજભાઈ વાલજીભાઈ ડાભી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂા.૧૭૬૫૦ કબજે કર્યા છે. દરોડા વેળાએ જીજ્ઞેશ બાબુભાઈ કોળી નામનો શખ્સ નાસી ગયો હતો.
જામજોધપુર શહેરમાં બાલવા ફાટક પાસે રાણશીભાઈ નામના આસામીના ઘર નજીક ખુલ્લા પટમાં રવિવારે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા દેવાણંદભાઈ હરીભાઈ હરિયાણી, શામળાભાઈ કાયાભાઈ આસાણી, મોમાભાઈ જીવાભાઈ આસાણી, જયેશ માણસીભાઈ ધારાણી, દુલાભાઈ ઘેલુભાઈ હરદાજાણી, જયેશ રાણશીભાઈ આસાણી, દલુભાઈ નાથાભાઈ ધારાણી, કિશન પૂનાભાઈ મુન, કરણ પૂનાભાઈ મુન, વાલાભાઈ રાણાભાઈ ધારાણી નામના દસ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂા.૧૫૬૫૦ કબજે લેવાયા છે.
લાલપુર તાલુકાના જસાપર ગામમાં ગુરૂવારે બપોરે ગંજીપાના કૂટતા તૈયબ સુલેમાન ધાવડા, રફીક નાથાભાઈ ગજણ, જયેશ બાબુલાલ મકવાણા નામના ત્રણ શખ્સ પોલીસના દરોડામાં મળી આવ્યા હતા. રૂા.૧૦૨૦૦ પટમાંથી કબજે કરાયા છે.
લાલપુર શહેરના ધરારનગરમાં બાવળની ઝાળીઓમાં ગુરૂવારે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા રવિ કારાભાઈ રાઠોડ, મુકેશ રામજીભાઈ રાઠોડ, નિલેશ કારાભાઈ રાઠોડ, અજય અનિલભાઈ વાઘેલા, અતુલ લધુભાઈ વાઘેલા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂા.૧૫૨૦ કબજે થયા છે.
લાલપુરના સાનિધ્ય પાર્કમાં ગુરૂવારે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા પ્રિયાબા ભગીરથસિંહ જાડેજા, કાવ્યાબેન પંકજભાઈ ડોડીયા, મણીબેન ચનાભાઈ કરંગીયા, ક્રિષ્નાબા જયેન્દ્રસિંહ જાડેજા, રામીબેન કારાભાઈ કરંગીયા, હીરાબેન ધીરૂભાઈ મહેતા, નાથીબેન રાજશીભાઈ બારીયા નામના સાત મહિલા પોલીસના દરોડામાં પકડાયા હતા. રૂા.૨૨૭૦ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રવિવારે રાત્રે જુગાર રમતા રમેશભાઈ ડાયાભાઈ બથવાર, જયસુખભાઈ હીરાભાઈ બથવાર, મહેન્દ્ર ઝીણાભાઈ બથવાર, ભાવેશ દીનેશભાઈ બથવાર, રાહુલ ગુલાબભાઈ બથવાર, કિશોર નાથાભાઈ બથવાર, હેમંત ઘેલાભાઈ બથવાર નામના સાત શખ્સ પોલીસના દરોડામાં રૂા.૧૪૨૦૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં ગુરૂવારની રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા વિક્રમસિંહ નટુભા જાડેજા, વિજય ભગવાનજી અમલાણી, ગાંડુભાઈ રામભાઈ ડાંગર, જયંતિભાઈ ચકુભાઈ મકવાણા, મુકેશ વિઠ્ઠલભાઈ મકવાણા, રમેશ ગોવાભાઈ ડાંગર નામના છ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂા.૧૨૧૬૦ કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial