Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ માટે આવેલી સિંદૂર સ્વાભિમાન યાત્રાનું ખંભાળિયા-કલ્યાણપુર તાલુકા પછી દ્વારકા વિસ્તારમાં ભવ્ય સ્વાગત થયું હતું તથા દરેક કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
વિશાળ સંખ્યામાં કાર તથા શણગારેલા શહીદ રથના કાફલા સાથેની આ સિંદૂર સ્વાભિમાન યાત્રા દ્વારા દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટદ્વારકા, સુદર્શન સેતુ, ઓખા તથા શિવરાજપુર બીચની મુલાકાત લેવામાં આવી હતી.
દ્વારકાધીશ મંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. અનેક સ્થળે સૈનિકોનું સન્માન, યાત્રાનું સ્વાગત, રાખી સંગ્રહ, પોસ્ટકાર્ડ ઝુંબેશ, પુષ્પાંજલિ, શહીદ પ્રાર્થનાસભા, સિંદૂર સ્વાભિમાન ધ્વજ સ્થાપન, હસ્તાક્ષર ઝુંબેશ, સિંદૂર રંગોળીના કાર્યક્રમો યોજાયા હતાં. સૈનિકોના સન્માનમાં વડત્રામાં કથાકાર મગનલાલ રાજ્યગુરુ, દ્વારકા શહેરમાં તથા વિવિધ વિસ્તારોમાં ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝિયા, વનરાજસિંહ વાઢેર, મોહનભાઈ બારાઈ, ખેરાજભા કેર, ઓખા-દ્વારકા ન.પા. પ્રમુખો તથા તેમની ટીમ તથા દ્વારકા શહેર-તાલુકા ઓખા શહેર ભાજપ મંડળના કાર્યકરો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial