Advertisement
Author: નોબત સમાચાર

લાલુના લાલ તેજપ્રતાપે જનશક્તિ જનતા દળ સ્થાપી ચૂંટણી ટાણે જ રોન કાઢી...!

લાલુનું લાલટેન... દીવા તળે અંધારૂ ?

                                                                                                                                                                                                      

પટણા તા. ર૬: બિહાર     ના દિગ્ગજ નેતા લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો હોવાથી ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધી ગયું છે, અને આરજેડીમાં ખળભળાટ મચી ગયો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી ર૦રપ ની હવે ગમે ત્યારે મતદાનની તારીખો જાહેર કરવાની તૈયારી છે, ત્યારે કોંગ્રેસ-રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન માટે ચિતાનો વિષય ઊભો થયો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. તેજપ્રતાપની પાર્ટીનું નામ 'જનશક્તિ જનતા દળ' છે. તેનું ચૂંટણી પ્રતીક 'બ્લેકબોર્ડ' છે. તેજપ્રતાપ યાદવે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર ચૂંટણી પ્રતીક સાથે નવી પાર્ટીનું પોસ્ટર બહાર પાડ્યું છે.

તેજપ્રતાપ યાદવે તેમના એક્સ હેન્ડલ પર તેમની નવી પાર્ટીનું પોસ્ટર અપલોડ કર્યું અને તેને કેપ્શન આપ્યું કે, 'હું અને મારી પાર્ટી બિહારના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રેપે સમર્પિત છું. મારો અને મારી પાર્ટીનો હેતુ બિહરમાં સંપૂર્ણ બદલાવ માટે એક નવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે. જનશક્તિ જનતા દળ દ્વારા બિહારના સંપૂર્ણ વિકાસ માટે સંઘર્ષ કરીશું અને આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરીને વિરોધીઓને ટક્કર આપીશું.'

તેજપ્રતાપ યાદવે પોતાની પાર્ટી, જનશક્તિ જનતા દળ માટે જે પોસ્ટર લોન્ચ કર્યું છે તેમાં મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ અને કર્પૂરી ઠાકુર એમ પાંચ મહાપુરુષોની તસ્વીરો છે. આ દરમિયાન તેજપ્રતાપ યાદવે નવી પાર્ટીની જાહેરાતથી રાષ્ટ્રીય જનતા દળમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેમનો નવો પક્ષ તેજસ્વી યાદવને સીધો પડકાર ફેંકી રહ્યો છે. જે આઈ.એન.ડી.આઈ.એ. એલાયન્સનો મુખ્ય મંત્રીનો ચહેરો છે. તેજપ્રતાપ યાદવ ગઠબંધનના મતમાં વિભાજન કરી શકે છે. ટિકિટ ન મળવાથી નારાજ આરજેડી નેતાઓ અને ધારાસભ્યોને વિભાજીત કરીને તેઓ તેજસ્વી યાદવને પણ ફટકો આપી શકે છે.

તેજપ્રતાપની પાર્ટીને બિહારમાં કેટલું જન સમર્થન મળે છે અને તે બિહારના રાજકારણમાં કેટલી જગ્યા મેળવી શકે છે તે જોવાનું બાકી છે, પરંતુ તેજપ્રતાપ યાદવ પરિવાર અને આરજેડી વચ્ચે તણાવને વધુ તીવ્ર બનાવી  શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh