Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ૧પ૪ માંથી ૧ર ને બચાવાયાઃ ૭૪ ગૂમ
નવી દિલ્હી તા. ૪: યમનના દરિયામાં મોટી દુર્ઘટના થઈ હતી. ૧પ૪ આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ઊંભી વળી જતા ૬૮ ના મૃત્યુ થયા હોવાના અહેવાલોથી હાહાકાર મચી ગયો છે.
યમનના દરિયામાં બોટ ઊંધી વળતા અંદાજે ૬૮ આફ્રિકન શરણાર્થીઓ ડૂબ્યા છે, જ્યારે ૭૪ ગુમ હોવાનું યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર ગઈકાલે મોડી રાત્રે ૧પ૪ ઈથોપિનને લઈને આવી રહેલી એક બોટ યમનમાં અબ્યાનના દરિયામાં ગરકાવ થઈ હતી. યમનમાં યુએનન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના હેડ એબ્ડુસેટર સોઈવે આ અંગે માહિતી આપી હતી ક, ૧ર લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે પ૪ શરણાર્થીઓ અને માઈગ્રન્ટ્સના મૃતદેહો ખાંફર જિલ્લાના દરિયા કિનારે તણાઈ આવ્યા હતાં. અન્ય ૧૪ શબ પણ જુદી-જુદી જગ્યા પરથી મળી આવ્યા હતાં, જ્યારે હજી ૭૪ લોકો ગુમ છે.
ઝાંઝીબારની હેડ ઓફિસના ડિરેક્ટર અબ્દુલ કાદર બજામિલે જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટી તંત્રે તમામ મૃતદેહોની દફનવિધિ માટે વ્યવસ્થા કરી રહી છે. તમામ પીડિતોના શબ શકા શહેર નજીક દફનાવવામાં આવશે. બીજી બાજુ ગુમ લોકોની શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
યમન અને હોરન ઓફ આફ્રિકા વચ્ચેનો જળમાર્ગ જોખમી છે. જ્યાંથી શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ માટે બન્ને દિશામાં મુસાફરી કરતો એક સામાન્ય પણ જોખમી દરિયાઈ માર્ગ છે. ર૦૧૪ માં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યા પછી યમનના લોકો પલાયન માટે આ માર્ગ અપનાવી રહ્યા છે.
બીજી તરફ આફ્રિકામાં ખાસ કરીને સોમાલિયા અને ઈથોપિયામાં ચાલી રહેલા સંઘર્ષથી ભાગી રહેલા કેટલાક લોકોએ યમનમાં આશ્રય મેળ્વયો છે. તે પણ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરે છે. આઈઓએમ અનુસાર આ દરિયાઈ માર્ગ વિશ્વના 'સૌથી વ્યસ્ત અને સૌથી જોખમી' સ્થળાંતર માર્ગો પૈકી એક છે.
આઈઓએમ અનુસાર યમનમાં વર્ષ ર૦ર૪ દરમિયાન ૬૦,૦૦૦ થી વધુ શરણાર્થીઓએ આશરો લીધો હતો, જો કે અત્યંત જોખમી દરિયાઈ માર્ગના કારણે છેલ્લા બે વર્ષમાં હજારો લોકો ડૂબ્યા છે. ગત્ વર્ષે જ આ રૂટ પર પપ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. છેલ્લા એક દાયકામાં આ રૂટ મારફત મુસાફરી કરતા ર૦૮૧ લોકો ગુમ છે, જેમાં ૬૯૩ લોકો ડૂબી ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial