Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે ગોળીબાર સાથે આગ લાગવાની ઘટનાઓઃ ચાર પોલીસ શહીદઃ
રિયો ડી, જાનેરો તા. ર૯ઃ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા 'રેડ કમાન્ડો' વિરૃદ્ધ પોલીસે દેશના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૃ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ હેલિકોપટરથી બોમ્બમારો કરી રહી છે, જ્યારે માફિયાઓ ડ્રોનથી બોમ્બ વરસાવીને હુમલો કરી રહ્યા છે. 'ડ્રગ લોર્ડસ' (માફિયા નેટવર્કના મુખ્ય સૂત્રધાર) અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો છે. અત્યાર સુધીમાં આ ઓપરેશનમાં કુલ ૬૪ લોકોના મોત થયા છે, જેમાં પોલીસની ગોળીથી માર્યા ગયેલા ૬૦ ડ્રગ તસ્કરો અને શહીદ થયેલા ચાર પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
બ્રાઝિલ પોલીસનું ઓપરેશન રિયો ડી જાનેરોમાં ચાલી રહ્યું છે, જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે. આ શહેર લાંબા સમયથી કમાન્ડો વર્મેલ્કો (જેને રેડ કમાન્ડો પણ કહેવાય છે) અને ટેરફોરો કમાન્ડો પ્યુરો (ટીસીપી) જેવા 'ડ્રગ લોર્ડસ'ના નિયંત્રણમાં છે. ડ્રગ તસ્કરીનું સિન્ડિકેટ ચલાવતી આ ગેંગ ગેરકાયદેસર હથિયારો, જમીન પર કબજો અને સ્થાનિક લોકો પાસેથી સુરક્ષા ટેક્સ પણ વસૂલે છે. ઓક્ટોબર ર૦રપ ના અંતમાં રિયોના મેયર અને રાજ્ય સરકારે આ હેતુથી ઓપરેશન રિયો પેસિફિકાડો નામનું એક અભિયાન શરૃ કર્યું છે.
ગવર્નર ક્લાઉડિયો ક્રાસ્ટોએ વીડિયો નિવેદનમાં જણાવ્યું કે, પોલીસ ઓપરેશનમાં ૯૦ ગુનેગારોને 'ન્યૂટ્રલાઈઝ' કરવામાં આવ્યા છે. આ મોટા પાયેના અભિયાનમાં લગભગ ર,પ૦૦ પોલીસકર્મીઓ અને સૈન્ય કર્મીઓ સામેલ હતાં, જેનો મુખ્ય ઉદ્દેશ રેડ કમાન્ડો) ડ્રગ ગેંગને નિશાન બનાવવાનો હતો, જે રિયોના ગરીબ વિસ્તારોમાં સક્રિય છે.
પલીસે હેલિકોપ્ટરો અને બખ્તરબંધ વાહનો સાથે દરોડા પાડ્યા, જેમાં ભારે ગોળીબાર થયો અને આગ લાગવાની ઘટનાઓ પણ બની. પોલીસે રપ૦ થી વધુ તપાસ વોરંટ જાહેર કર્યા અને ૮૧ શંકાસ્પદોની ધરપકડ કરી. માફિયાના ૬૦ સભ્યો માર્યા ગયા અને ૪ પોલીસકર્મીઓના મોત થયા. પોલીસે ૭પ થી વધુ રાઈફલો, ર૦૦ કિલો કોક્રેન, રોકડ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ ડ્રગ માફિયાના સંપૂર્ણ વિનાશના મિશન પર છે.
ગેંગના સભ્યોએ પોલીસ પર ડ્રોનથી હુમલા કરીને પ્રતિક્રિયા આપી. તેમણે રસ્તાઓ બંધ કર્યા અને પ૦ થી વધુ બસો પર કબજો કરીને માર્ગો અવરોધ્યા હતાં. રિયોની શેરીઓમાં યુદ્ધ જેવું દૃશ્ય સર્જાયું, જ્યાં ગુંડાઓની લાશો પડેલી મળી આવી. ખૌફ અને દહેશતના માહોલને કારણે આસપાસની શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી હતી.
કમાન્ડો વર્મેલ્ફો (રેડ કમાન્ડો) બ્રાઝિલની સૌથી જુની અને પ્રભાવાળી માફિયા ગેંગ છે, જેની સ્થાપના ૧૯૭૦ ના દાયકામાં જેલમાં રાજકીય કેદીઓના સમૂહ તરીકે થઈ હતી અને હવે તે આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી નેટવર્ક બની ગયું છે. માફિયાના વિસ્તરણને રોકવા માટે આ અભિયાન એક વર્ષથી વધુ સમયથી આયોજિત કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial