Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડીમાંથી જુગાર રમતા બે ઝડપાયા, ત્રણ ફરારઃ
જામનગર તા. ૧૦: જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર ગામમાં ગઈરાત્રે પોલીસે પાડેલા બે દરોડામાં ૧૮ પરપ્રાંતીય ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા છે. જ્યારે બેડીમાંથી બે પત્તાપ્રેમી પકડાયા છે અને ત્રણ નાસી ગયા છે અને ગુરૂદ્વારા સર્કલ પાસેથી એકીબેકી બોલતા ત્રણની પોલીસે ધરપકડ કરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામમાં બાપા સિતારામ મઢુલી નજીક ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી મેઘપર પોલીસના સ્ટાફે દરોડો પાડતા ત્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમતા પ્રદુમ શારદાપ્રસાદ નિશાદ, રાજ રામનરેશ સહાની, ચંદન ઉર્ફે છોટુ લક્ષ્મીકુમાર સહાની, દિલીપ બેચુમાજી સહાની, મોનુ રામકરણ શર્મા, અનિલ સંતોષકુમાર ગોર, સાહબ તેરહીપ્રસાદ બીન, શિવધારી બાબુ યાદવ, રાહુલ જીતુપ્રસાદ સહાની નામના નવ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૩૮૦ કબજે કર્યા છે.
મેઘપર ગામમાં જ રાત્રે બે વાગ્યે પાડવામાં આવેલા બીજા દરોડામાં સુનિલ ઉમાશંકર મલા, બિંદુકુમાર કેદારનાથ મલા, ગોવિંદા નીરહુ, અનિલ કેશવપ્રસાદ, સંજય સત્યનારાયણ ચૌધરી, નીતિનજય પારસ સહાની, સુભાષચંદ્ર ખીચડુ સહાની, સોમારૂ ગૌરી સહાની, સંદીપ રનજીતરામ નિશાદ નામના નવ શખ્સ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૧૧૭૦ રોકડા ઝબ્બે લેવાયા છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલી કાપડ મીલની ચાલીમાં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હુસેન અયુબ ચમડીયા તથા મનીષ વજાભાઈ સોલંકી નામના બે શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને ફારૂક ધુધા તથા અનીશ અને જાવીદ નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૨૧,૦૦૦ રોકડા તથા ચાર બાઇક મળી કુલ રૂ.૨,૧૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને નાસી ગયેલા ત્રણેય શખ્સના સગડ દબાવ્યા છે.
જામનગરની ગુરૂદ્વારા ચોકડી પાસે એક હોટલ નજીક શનિવારે રાત્રે જાહેરમાં ઊભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા જીતેશ શાંતિલાલ તન્ના, મનસુખભાઈ નાનજીભાઈ ધંધુકિયા, રમેશભાઈ શાંતિલાલ સકેસરિયા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૦૧૦૦ રોકડા કબજે લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial