Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રેનમાં બાળકના ખભાપર હાથ મૂકીને અને ચપટી વગાડીને તેની કવિતા સાંભળીઃ
વારાણસી તા. ૮: વડાપ્રધાને કાશીથી ૪ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી આજે પ્રસ્થાન કરાવ્યું હતું. મોદીએ બાળકના ખભા પર હાથ મૂકીને કવિતા સાંભળી હતી તેનો ઉત્સાહ વધારવા માટે ચપટી વગાડતા રહ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી આપી હતી. તેમણે ૧૮ મીટર સુધી ચાલેલા સંશોધનમાં કહ્યું, 'હવે વિદેશી પ્રવાસીઓ પણ વંદે ભારત જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વંદે ભારત એ ભારતીયોની, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી ટ્રેન છે. શું આપણે આ પહેલા કરી શક્યા હોત? આ બધું વિદેશમાં કરવામાં આવતું હતું. હવે આપણે એ કરી રહ્યા છીએ'. એ અહીં બનાવવામાં આવી રહી છે.'
વડાપ્રધાન ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓને પણ મળ્યા. તેમેણે બાળકો સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન એક બાળકે મોદીને એક કવિતા સંભળાવી હતી. વડાપ્રધાને પણ બાળકના ખભા પર હાથ મૂકીને કવિતા સાંભળી હતી. બાળકનો ઉત્સાહ વધારવા માટે મોદી ચપટી વગાડતા રહ્યા હતાં.
આ ૪ ટ્રેનો વારાણસી અને ખજૂરાહો, ફિરોઝપુર અને દિલ્હી એર્નાકુલમ તથા બેંગલુરૂ, લખનૌ અને સહારનપુર વચ્ચે દોડશે. વારાણસીને આ આઠમી વંદે ભારત ટ્રેન મળી છે.
એરપોર્ટથી બનારસ રેલ એન્જિન ફેક્ટરી ગેસ્ટ હાઉસ સુધી રોડ માર્ગે તેઓ પસાર થઈ રહ્યા હતાં ત્યારે લગભગ ર૭ કિ.મી. લાંબા રૂટ પર વિવિધ સ્થળોએ ભાજપના કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું હતું. કાર્યકરોએ ફૂલોનો વરસાદ કર્યો અને 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા. આ વર્ષે પીએમ મોદીની આ પાંચમી મુલાકાત હતી અને વારાણસીના સાંસદ તરીકે તેમની પ૩ મી મુલાકાત હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial