Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ હાલાઈ ભાટીયા સ્વ. નલીનકુમાર ભગવાનદાસ આશર (વલ્લભ સાયકલવાળા)ના જમાઈ કમલકુમાર એમ. સંપટ (ઉ.વ.૪૫)નું તા. ૯ના મોરબીમાં અવસાન થયું છે. સદ્ગતની સસરાપક્ષની પ્રાર્થનાસભા (સાદડી) તા. ૧૩ના ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.
જામનગરઃ (મૂળ મોડકુબા) લાખુભા ગોપાલજી મોડ જાડેજા, તે સ્વ. ઓલુભા ખાનજી વાધા, સ્વ. જામભા સંગ્રામજી પઢીયાર, સ્વ. જીવણજી મેઘરાજજી ઝાલાના બનેવીનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેેસણું તા. ૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ મોડપીર દાદાના મંદિરે, ૪૯-દિ.પ્લોટ, જામનગરમાં અને દશાવ તા. ૧૮ના મંગળવારે તથા ગડાઢોળ તા. ૨૧ના શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
મૂળ પિંડરાવાળા હાલ જામનગર નિવાસી સાવિત્રીબેન વનરાવનભાઈ સોનૈયા (ઉ.વ.૯૩) તે સ્વ. વનરાવનભાઈ રૃગનાથ સોનૈયાના પત્ની, સ્વ. ગીરધરભાઈ, દિનેશભાઈ, સ્વ. કિશોરભાઈ, ભરતભાઈના માતા તા. ૧૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૩ ને ગુરૃવારના સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલરમાં), તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.