Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કંપનીના ઝોનમાં કન્ટેઈનરમાંથી વાયરના ટૂકડા ચોરાયાઃ
જામનગર તા. ૬: લાલપુરના નવાગામમાં ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં ગુરૂવારની રાત્રે કોઈ શખ્સે ૨૨૦ કેવીની ઈલેકટ્રીક લાઈનમાં છેડછાડ કરતા પાવર ટ્રીપીંગ થઈ જતાં ત્રણ કલાક પ્લાન્ટ બંધ રાખવો પડ્યો હતો અને કંપનીને રૂપિયા એકાદ કરોડનું નુકસાન થયું હતું. જ્યારે પડાણાના સીમ વિસ્તારમાં ખાનગી કંપનીના વિસ્તારમાં એક કન્ટેઈનરમાંથી એક શખ્સ કોપર વાયરના સાત ટૂકડા ચોરી ગયો હતો.
લાલપુર તાલુકાના નવાગામ પાસે ભરવાડવાસ નજીક કાર્યાન્વિત ખાનગી કંપનીના પીડી-૩ (પીવી સોલાર પ્લાન્ટ)માં ગયા ગુરૂવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે કોઈ શખ્સો ઘૂસ્યા હતા.
આ શખ્સોએ ત્યાંથી નીકળતી ૨૨૦ કેવીની હેવી ઈલેકટ્રીક લાઈનના કિંમતી વાયરને કોઈ ધારદાર હથિયાર વડે કાપવાનો પ્રયાસ કર્યાે હતો. જેના કારણે ખાનગી કંપનીમાં વીજળી ગુલ (પાવર ટ્રીપીંગ) થઈ ગઈ હતી. જેના કારણે ત્રણેક કલાક સુધી આ પ્લાન્ટ બંધ રાખવાની ફરજ પડી હતી.
આ કંપનીના કર્મચારી અને મૂળ જામજોધપુરના ગીંગણી ગામના જય વિનોદભાઈ સાપરીયાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ત્રણેક કલાક સુધી પ્લાન્ટ બંધ રહેવાથી ખાનગી કંપનીને આશરે રૂ.૧ કરોડનું નુકસાન થયું છે. પીઆઈ પી.પી. જયસવાલે બીએનએસની કલમ ૩૦૫ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
લાલપુર તાલુકાના પડાણા ગામના સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ડીપીએબી ઝોન વિસ્તારમાં રાખવામાં આવેલા કન્ટેઈનરમાંથી તાળુ તોડીને શનિવારની રાત્રે મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં મોટી ખાવડીની ટાઉનશીપના સેક્ટર નં.૧૮માં રહેતા તેમજ ફૂડ ઝોનમાં ક્લિનર તરીકે કામ કરતા સુમેરસિંગ બુધસિંગ રાઠોડે ર૮ તારવાળા કોપર વાયરના રૂ.૬ હજારની કિંમતના ૩૦ ફૂટની લંબાઈના સાત ટૂકડાની ચોરી કર્યાની પ્રેમકુમાર તારાચંદ પંડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial