Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કાની આંગણવાડીમાં બાટલો તથા સીંગતેલના ત્રણ ડબ્બા ચોરાઈ ગયાઃ
જામનગર તા. ૨૯: લાલપુર તાલુકાના ડેરા છીકારી, મીઠોઈ, ખટીયા બેરાજા, દલતંગી, જસાપર, નવી પીપર, મોટા લખીયા, પડાણા ગામમાં આવેલી આંગણવાડીઓ ઉપરાંત સિક્કા તથા લાખાબાવળમાં આવેલી આંગણવાડીઓમાંથી છેલ્લા બે મહિનામાં રાંધણગેસના ૧૦ બાટલા ચોરાઈ ગયા છે. જ્યારે સિક્કાની આંગણવાડીમાંથી એક બોટલો અને સીંગતેલના ત્રણ ડબ્બા કોઈ શખ્સ ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. રાવલસરમાંથી પણ બે બાટલા ઉઠાવી જવાયા છે.
લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં આવેલી આંગણવાડીમાં ગઈ તા.૨૦ જુનથી તા.ર૩ જુન દરમિયાન ઘૂસી ગયેલા કોઈ તસ્કરે મુખ્ય દરવાજાને મારેલુ તાળુ તોડી અંદરથી ઈન્ડિયન કંપનીનો ચૌદ કિલોનો રાંધણગેસનો બાટલો ચોરી કરી લીધાની આંગણવાડી વર્કર અરૂણાબેન કેશવદાસ ગોંડલીયાએ ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાલપુરના ડેરા છીકારી ગામમાં આવેલી આંગણવાડીમાં ગઈ તા.૧૦ની બપોરથી તા.૧૧ની સવાર સુધીમાં દરવાજાનું તાળુ તોડી કોઈ તસ્કરે રાંધણગેસના બે બાટલાની ચોરી કર્યાની વિજયાબેન કાલીદાસ અગ્રાવતે ફરિયાદ કરી છે.
લાલપુર તાલુકાના જ મીઠોઈ ગામની આંગણવાડીમાં પણ ગઈ તા.૭થી તા.૯ની સવાર સુધીમાં બે બાટલા ચોરાઈ ગયા છે. જ્યારે ખટીયા બેરાજા ગામમાં આંગણવાડીમાંથી રાંધણગેસનો બાટલો ગઈ તા.૧૯ની બપોર પછીથી ચોરાઈ ગયો છે.
લાલપુર તાલુકાના દલતુંગી ગામની આંગણવાડીમાંથી ગઈ તા.૧૦ની બપોરથી તા.૧૧ની સવાર સુધીમાં રાંધણગેસનો એક બાટલો ઉપડી ગયો છે અને જસાપર ગામની આંગણવાડીના રસોડામાંથી ગઈ તા.૧ના દિને બાટલો ચોરાયો છે. નવી પીપર ગામમાં આંગણવાડીના રસોડામાંથી ગઈ તા.૧૪ના દિને બે બાટલાની ઉઠાંતરી થઈ છે.
જામનગર-ખંભાળીયા રોડ પર પડાણા ગામની આંગણવાડીમાં દરવાજાનું તાળુ તોડી કોઈ શખ્સ ગઈ તા.૧રની બપોર પછીથી એક બાટલો ચોરી ગયો છે. સિક્કા ગામમાં ગૌશાળા પાસે આવેલી આંગણવાડીમાંથી ગઈ તા.૪ની બપોર પછીથી રાંધણગેસનો એક બાટલો તથા સીંગતેલના ત્રણ ડબ્બા ચોરાઈ ગયા છે અને રાવલસર ગામના વાડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર નં.૧૧૦ તથા ૧પપમાંથી પણ એક-એક બાટલાની ચોરી થઈ છે. અંકિતાબેન સુરેશભાઈ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર નજીકના લાખાબાવળ ગામની આંગણવાડીમાં ગઈ તા.૧૭ની બપોર પછીથી રાંધણગેસના બે બાટલા ચોરાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial