જામનગરમાં કારખાનામાં મજૂરી કામે જતા યુવાનનો ગળાફાંસો

જામનગર તા. ૧૨ઃ જામનગરના મસીતીયા રોડ પર મુરલીધર સોસાયટીમાં આજે એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી છે. મૃતક આર્થિક ભીસમાં સપડાયા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરના ગોકુલનગરથી આગળ આવેલા મસીતીયા રોડ નજીકની આલ્ફા સ્કૂલ પાસે આવેલી મુરલીધર સોસાયટીમાં રહેતા અનિલ ખેરાજભાઈ નામના ૩૦ વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી છે. જેની તેમના પરિવારને જાણ થતા પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી ગયેલા પોલીસ કાફલાએ અનિલભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મૃતક યુવાન તથા તેમના પત્ની કારખાનામાં મજૂરી કામ કરવા જતા હોવાનું બહાર આવ્યું છે. થોડા સમયથી અનિલભાઈના પત્ની બીમાર પડ્યા પછી આર્થીક ભીસ વધી જતા આ યુવાને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

close
Nobat Subscription