વીરવાવમાં યુવાનનું હૃદયરોગથી મૃત્યુ

જામનગર તા. ૧૨ઃ કાલાવડ તાલુકાના વીરવાવ ગામમાં રહેતા જીગ્નેશભાઈ મોહનભાઈ મૈયડ નામના ૩૨ વર્ષીય આહીર યુવાન બુધવારની રાત્રે નિંદ્રાધીન થયા પછી ગઈકાલે વહેલી સવારે છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હીરાભાઈ કાનાભાઈ મૈયડનું નિવેદન નોંધ્યું છે.

close
Nobat Subscription