| | |

પશ્ચિમ બંગાળમાં જ કેમ હિંસા થાય છે? ભાજપના રોડ-શો પર હુમલાનું પૂર્વ આયોજીત ષડ્યંત્રઃ શાહ

નવી દિલ્હી તા. ૧પઃ ગઈકાલે ભાજપના કોલકાતામાં રોડ-શો દરમિયાન ભડકેલી હિંસા અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક પ્રેસ કોન્ફરનસ યોીને આને પૂર્વઆયોજીત કાવતરૃ ગણાવ્યું હતું, જ્યારે મમતા બેનર્જીએ પણ યોજીને હિટલરથી વધુ ખતરનાક ગણાવ્યા હતાં.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોલકાતા રોડ-શો માં હિંસાને લઈને તૃણમુલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે અમે શાંતિથી રોડ-શો કરી રહ્યા હતાં તેમ છતાં અમારા પર ત્રણ હુમલાઓ થયા. અમારી પાસે માહિતી હતી કે યુનિવર્સિટીના કેટલાક લોકો આવશે અને પથ્થરમારો કરશે. શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર વિદ્યાસાગરજીની મૂર્તિ તૃણમુલના કાર્યકર્તાઓએ જ તોડી છે. બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમિત શાહ ભગવાન છે કે તેના વિરૃદ્ધ પ્રદૃશન ન કરી શકાય.

ગઈકાલે કોલકાતામાં શાહના રોડ-શો માં હોબાળો થયો હતો. શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતાં.  રોડ-શો પર કેટલાક લોકોએ પથ્થર ફેંક્યા અને આગચંપી પણ કરવામાં આવી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો જે પછી શાહે રોડ-શો ખતમ કરી દીધો હતો.

તે પછી આજે અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચૂંટણીમાં બંગાળ ઉપરાંત ક્યાંય પણ હિંસાની ઘટના નથી ઘટી. મમતા બેનર્જીનો આરોપ છે કે હિંસા ભાજપ કરે છે. ભાજપ આખા દેશમાં ચૂંટણી લડી રહ્યું છે જ્યારે  કે તમે માત્ર બંગાળની ૪ર સીટ પર જ ચૂંટણી લડી રહ્યા છો. અન્ય કોઈ રાજ્યમાં હિંસાની ઘટના નથી ઘટતી, માત્ર બંગાળની ૬ સીટ પર જ હિંસા થાય છે. ગઈકાલે પોલીસ મૂક દર્શક બની ઊભી હતી. અમારા કાર્યકર્તાઓને ઉશ્કેરવામાં આવ્યા. વડાપ્રધાન સહિત મારા  અને અન્ય નેતાઓના પોસ્ટર્સ ફાડવામાં આવ્યા. આગચંપી, પથ્થરમારો અને બોટલની અંદર કેરોસીન નાખીને સળગાવવાના પ્રયાસો પણ કરાયા. યુનિવર્સિટીની અંદરથી પથ્થરમારો થઈ રહ્યો હતો.

શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર જઈને વિદ્યાસાગરજીની  મૂૃર્તિ કોને તોડી, અંદરથી તો ટીએમસીના કાર્યકર્તા પથ્થરમારો કરી રહ્યા હતાં, તેઓ જ દંડા લઈને આવ્યા હતાં. ભાજપના કાર્યકર્તા તો બહાર હતાં, વચ્ચે પોલીસ હતી. ટીએમસી કાર્યકર્તાઓએ જ ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી. મમતા દ્વારા આ બહારના લોકો છે તેવું જણાવાયું હતું જેના જવાબમાં શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળ ભારતનો જ હિસ્સો છે. મમતા મારા પર બહારના હોવાનો આરોપ કેમ લગાવી રહી છે? તેઓ પોતે પણ દિલ્હી આવે જાય છે. હું ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, તેથી કોલકાતામાં પાર્ટીના પ્રચાર માટે આવ્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે કોલકાતામાં શાહ અને મોદીના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. ભાજપવાળા અહીં ઘણો જ રૃપિયો ખર્ચી રહ્યા છે. ચૂંટણી પંચ તેના વિરૃદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? આ વચ્ચે બંગાળમાં ભડકેલી હિંસાને લઈને તૃણમુલ નેતાઓનું પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચને મળશે.

ભાજપે ચૂંટણી પંચને અપીલ કરી છે કે મમતાને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતા રોકવા જોઈએ. ભાજપનો આરોપ છે કે રાજ્યમાં બંધારણીય તંત્ર ખતમ થઈ ગયું છે. શાહના રોડ-શો માં હિંસા પછી મંગળવારે કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારામણ અને મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું હતું. ભાજપે પંચને બંગાળના મામલે તાત્કાલિક દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે, કે જેથી ત્યાં નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે.

મમતાએ એક અન્ય રેલીમાં કહ્યું હતું કે મોદીથી સાવધાન રહો, તેઓ હીટલરથી પણ ખતરનાક છે. જો તેઓ બીજી વખત સત્તામાં આવી ગયા તો દેશને વહેંચી નાંખશે. ભાજપ બંગાળના વોટર્સને આકર્ષવા માટે અહીં હવાલાથી પૈસા લાવી રહ્યા છે. તેઓએ રાજ્યની મશીનરીને હાઈજેક કરી લીધી છે. કોલકાતામાં જ વોટર્સ વચ્ચે કરોડો રૃપિયા વહેંચવામાં આવ્યા છે. દરેક વોટર્સને તેઓ પાંચ હજાર રૃપિયા આપી રહ્યા છે.

મમતાએ હીંસાનો આરોપ ભાજપ પર લગાવ્યો. તેઓએ કહ્યું કે, 'ભાજપે પહેલાથી જ હિંસાની યોજના બનાવી હતી. તેઓએ બહારથી ગુંડા બોલાવીને કોલકાતા યુનિવર્સિટી કેમ્પસમાં હુમલો કર્યો.' પોલીસના જણાવ્યા મુજબ, 'કોલકાતા યુનિવર્સિટીની સામે તૃણમુલ છાત્ર પરિષદ અને લેફ્ટ વિંગના કાર્યકર્તાઓએ શાહ વિરૃદ્ધ સૂત્રોચ્ચારો કર્યા અને કાળા ઝંડા ફરકાવ્યા. સાથે જ તેમના કાફલા પર પથ્થરમારો કરાયો, જે પછી ભાજપ અને તૃણમુલ કાર્યકર્તાઓમાં ઘર્ષણ થઈ ગયું. ભાજપ કાર્યકર્તાઓએ પણ હોસ્ટેલનો ગેટ બંધ કરી દીધો અને પથ્થરમારો કર્યો. આ દરમિયાન કેટલાક લોકોએ વિદ્યાસાગર કોલેજમાં લાગેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને પણ તોડી નાખી.'

મળતા અહેવાલો મુજબ ભાજપે પ. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અને મમતા સરકારને સસ્પેન્ડ કરવાની માંગણી પણ ઊઠાવી છે.

કોલકત્તા હિંસા કેસમાં અમિત શાહ સામે એફ.આઈ.આર.

કોલક્તા તા. ૧પઃ કોલકત્તા હિંસા કેસમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે એફઆઈઆર નોંધવામાં આવી હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલો મુજબ આ સંદર્ભે તેજિન્દર બગ્ગાની ધરપકડ કરી લેવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit