| | |

જામનગરમાંથી આજે પણ જાહેરાતના ર૦૦ જેટલા કિઓસ્ક બોર્ડ ઉતારી લેવાયા

જામનગર તા. ૧પઃ જામનગરમાં ગેરકાયદે લટકતા જાહેરાતના કિઓસ્ક બોર્ડ ઉતારવાની કામગીરી સતત આજે પણ ચાલુ રાખવામાં આવી હતી.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુદ્દત પૂરી થવા છતાં જાહેરાતના કિઓસ્ક બોર્ડ લટકતા રહે છે. તેમજ કેટલાક બોર્ડ નો મંજૂરી વગર જ લટકાવી દેવામાં આવ્યાં છે.

આથી મહાપાલિકાની એસ્ટેટ શાખાના સ્ટાફે ગઈકાલે ર૦૦ થી વધુ આવા કિઓસ્ક બોર્ડ ઉતારી લીધા પછી આજે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આજે સવારે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ૧પ૦ થી ર૦૦ જેટલા આવા કિઓસ્ક બોર્ડ  ઉતારી લેવામાં આવ્યાં હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit