| | |

ગ્રેચ્યુટીનું વ્યાજ ચૂકવવા આદેશ

જામનગર તા. ૧૫ઃ જામનગર મહાનગર પાલિકાના નિવૃત્ત કર્મચારી અરવિંદ ગીરધરલાલ કેવલિયાને ગ્રેચ્યુટીની રકમ વિલંબથી ચૂકવવામાં આવતા તેમણે ગેચ્યુટીની રકમ પરવ્યાજ ચૂકવવા કેસ કર્યો હતો. ભીખુભાઈ વાઘેલા, કનુભા ઝાલા તથા એડવોકેટ પંકજભાઈ જોષીએ નિયંત્રણ અધિકારી સમક્ષ દલીલો રજૂ કરી હતી. જે સંદર્ભમાં નિયંત્રણ અધિકારીએ ૬ મહિના દસ દિવસ વિલંબથી ચૂકવાયેલ ગ્રેચ્યુટીનું રૃા. ૪૦,૧૮પ વ્યાજ ચૂકવવા આદેશ કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit