| | |

પ્રાચીન પુસ્તકો ધરાવતી સદી જુની ખંભાળિયાની લાઈબ્રેરીમાં ગટરના પાણી ઘૂસતા દોડધામ મચી

ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયાની પ્રાચીન પુસ્તકો ધરાવતી એક સદી જુની પ્રજાબંધુ લાયબ્રેરીમાં ગટરના પાણી ઘૂસી જતાં દોડધામ મચી ગઈ હતી.

ખંભાળિયામાં આજે સવારે અહીંની મુખ્ય બજારમાં શરણેશ્વર મહાદેવ પાસે ૧૦૦ વર્ષથી વધુ સમય જુની પ્રજાબંધુ લાયબ્રેરીમાં ગટરના પાણી ઘૂસી જતાં તથા પછવાડેના ભાગમાં એક એક ફૂટ પાણી ભરાતા લોકો દોડી ગયા હતાં.

શણેશ્વર મંદિર પાસેની આ લાયબ્રેરીમાં બાજુના મંદિરમાં ચાલતા કામમાં ગટરની પાઈપ પાણી તૂટી જતાં આ પ્રેશરથી ગટર સાથે પાણી લાયબ્રેરીમાં ઘૂસી ગયું હોવાનું મનાય છે. આ અંગે પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લ તથા ચીફ ઓફિસર શ્રી એ.કે. ગઢવીને જાણ કરાતા તેમણે સફાઈ ઈન્ચાર્જ રામદેવસિંહ જાડેજાને ટીમ સાથે મોકલતા તેમણે પાઈપ તોડીને પાણીનો નિકાલ કરવા તથા ગટરનું પાણી બંધ કરવા પ્રયત્નો ચાલુ કર્યા હતાં. જો કે, લાયબ્રેરીમાં એટલું પાણી ભરાયું હતું કે લાયબ્રેરીમાંથી બહાર પાણી નીકળવા લાગ્યું હતું. બનાવની જાણ થતાં ટ્રસ્ટીઓ ડો. એન.ડી. ચોકસી, દિનેશભાઈ પોપટ વિગેરે પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit