| | |

બેંકો મારફત પેન્શન મેળવતા પેન્શનરોનો ઈન્કમટેક્સ તિજોરી કચેરી દ્વારા કપાશે

જામનગર તા. ૧૫ઃ જિલ્લા તિજોરી કચેરી, જામનગર તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી આઈઆરએલએ સ્કીમ હેઠળ (બેંક મારફત) ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરો, કે જેની નાણાકીય વર્ષ-ર૦૧૯-ર૦ દરમિયાનની સર્વિસ પેન્શનની આવક રૃા. પ,પ૦,૦૦૦ અથવા ફેમિલી પેન્શનની આવક રૃા. પ,૦૦,૦૦૦ કરતા વધુ થતી હોય, તેવા પેન્શનરોને પોતે કરેલા રોકાણની પ્રમાણિત નકલ, પાનકાર્ડ, પી.પી.ઓ. નંબર, તેમજ સને ર૦૧૯-ર૦ દરમિયાન જો આવકવેરાની રકમ ભરેલી હોય તો તેના ચલણીની નકલ સાથેની અરજી સંબંધિત તિજોરી કચેરીની પેન્શન શાખામાં તા. ૧૦-૬-ર૦૧૯ સુધીમાં રજૂ કરવા પેન્શનરોને વ્યક્તિગત પત્રો દ્વારા જાણ કરવામાં આવેલ છે સમય મર્યાદામાં માહિતી ન મળ્યેથી આપ કોઈપણ જાતનું રોકાણ કરવા માંગતા નથી તેમ માનીને આવકવેરા કપાતની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કોઈ પેન્શનરે હવેથી જાતે ઈન્કમ ટેક્સ ભરવાનો રહેશે નહિં, પરંતુ તિજોરી કચેરી દ્વારા ભરવાપાત્ર ઈન્કમ ટેક્સની કપાત કરવામાં આવશે તેમજ જે પેન્શનરોને વ્યક્તિગત પત્રો મળેલ ન હોય તેમણે કોઈ વિગત રજૂ કરવાની રહેતી નથી તેમ જિલ્લા તિજોરી અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit