| | |

ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં મોદી સ્કૂલનું ઝળહળતું ૯૦ ટકા પરિણામ

જામનગર તા. ૧૫ઃ જામનગરની મોદી સ્કૂલનું ધોરણ ૧ર (વિજ્ઞાન પ્રવાહ) નું પરિણામ ૯૦ ટકા આવ્યું છે. આ શાળાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી સમગ્ર બોર્ડમાં ટોપ-ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાનું અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.

મોદી સ્કૂલના છ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆરથી વધુ, અને ૩૯ વિદ્યાર્થીઓએ ૯૦ પીઆરથી વધુ માર્કસ પ્રાપ્ત કર્યા છે.

મોદી સ્કૂલની યશ્વી અકબરીએ ૯૯.૯૧ પીઆર સાથે ઉત્તીર્ણ થઈને સમગ્ર રાજ્યમાં નવમું સ્થાન મેળવ્યું છે. સ્કૂલમાં ભદ્રાયુ ભાલોડિયા ૯૩.૬૭ ટકા સાથે પ્રથમ, દેવાન્શ તન્ના ૯ર ટકાસાથે દ્વિતીય અને ખુશ કંટારિયા ૯૧.૬૭ ટકા સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે.

આ ઉપરાંત ગુજકેટની પરીક્ષામાં મોદી સ્કૂલના ભદ્રાયુ ભાલોડીયાએ ૯૯.૯૭ પીઆર સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજો નંબર તથા વિજયસિંહ ચાવડાએ ૯૯.૯ર પીઆર સાથે રાજ્યમાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

ગુજકેટમાં શાળાના ૮ વિદ્યાર્થીઓ ૯૯ પીઆરથી વધુ ર૮ વિદ્યાર્થીઓ ૯પ પીઆરથી વધુ અને પ૩ વિદ્યાર્થીઓ ૯૦ પીઆરથી વધુ ગુણાંક મેળવવામાં સફળ થયા છે.

રાષ્ટ્રીય સ્તરની જી-મેઈનમાં દેવાન્શ તન્નાએ ૯૯.૭પ પીઆર સાથે જામનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. શાળામાંથી કુલ ૪૬ માંથી ૩૪ વિદ્યાર્થીઓ જી-મેઈનથી એડવાન્સ માટે ક્વોલીફાય થયા છે.

મોદી સ્કૂલના ટ્રસ્ટીઓ પારસભાઈ મોદી, આચાર્ય તથા શિક્ષક ગણની સતત જહેમત તથા વિદ્યાર્થીઓ અને  વાલીઓની મહેનતના કારણે મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ આ વરસે પણ ઝળહળતી સિદ્ધિ મેળવી છે.

મોદી સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓ

ભદ્રાયુ ભાલોડીયા

ભદ્રાયુ ભાલોડિયાએ ધો. ૧૧ અને ૧ર (વિજ્ઞાન પ્રવાહ) માટે મોદી સ્કૂલમાં એડમીશન લીધું હતું. તેણે જી-મેઈન ર૦૧૯ માં ૯૭.૦૭ પીઆર સાથે શાળામાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ધો.૧ર ની પરીક્ષામાં તેણે ૯૩.૬૭ ટકા મેળવ્યા છે. ગુજકેટમાં ફિમિક્સ અને કેમીસ્ટ્રીમાં ૪૦ માંથી ૪૦ માર્કસ મેળવ્યા છે. તેના જણાવ્યા પ્રમાણે શાળાના અભ્યાસ ઉપરાંત દરરોજ ૮ કલાકનું વાચન કર્યું હતું. દરેક મુંઝવણમાં મોદી સ્કૂલના શિક્ષકોનું માર્ગદર્શન મેળવ્યું હતું. તેની સિદ્ધિ માટે માતા-પિતા તથા શાળા અને શિક્ષકોની પ્રેરણા, માર્ગદર્શન ઉપયોગી થયા હોવાનું તેને જણાવ્યું હતું.

દેવાન્શ તન્ના

દેવાન્શ તન્નાએ પણ તેની ઉચ્ચ ગુણાંકો પ્રાપ્ત કરવા માટે દરરોજ ૭ થી ૯ કલાકના વાચન અને શાળાના ડે-ટુ-ડે ના કામને જવાબદાર ગણાવ્યું હતું. તેણે  ધો. ૧૦ માં ૯૯.૯૯ પીઆર મેળવયા હતાં. જી-મેઈન ર૦૧૯ માં ૯૯.૭પ પીઆર સાથે તેણે જામનગર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ધો. ૧ર માં તેને ૯૯.૧૭ પીઆર (૯ર ટકા) અને ગુજકેટમાં ૯૯.૭૯ પીઆર મેળવ્યા છે. તેના મતે 'ડુ નોટ વર્ક હાર્ડ, વર્ક સ્માર્ટ'નું સૂત્ર સાર્થક થયું છે.

ખુશ કંટારિયા

ખુશ કંટારિયાએ ધો. ૧ર માં ૯૯.૦૬ પીઆર અને ગુજકેટમાં ૧ર૦ માંથી ૧૦૩-૭પ માર્કસ મેળવ્યા છે. ફિઝિક્સમાં તેણે ૪૦ માંથી ૪૦ માર્કસ મેળવ્યા છે. ઉજ્જવળ પરિણામ માટે તેણે શાળાના દૈનિક અભ્યાસ સાથે દરરોજ આઠ કલાક જેટલું નિયમિત વાચન કર્યું હતું. શાળાના શિક્ષકોનું માર્ગદર્શન તથા માતા-પિતાની પ્રેરણાના કારણે સિદ્ધિ મળી છે. તેનુ સૂત્ર છે 'બી ક્વાઈટ એન્ડ લેટ યોર સક્સેસ મેઈક વોઈસ'

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit