જામનગરમાં પ્રથમ વખત યોજાનાર યોગ મહાકુંભના આયોજક પ્રસિદ્ધ યોગગુરૃ હરેશ કૈલા સાથે ગોષ્ઠી

યોગ એ ફક્ત શારીરિક કસરત નથી પરંતુ સ્વાસ્થ્યનું સંપૂર્ણ વિજ્ઞાન છે. એટલે પ્રાચીનકાળમાં યોગ એ જીવનનું અભિન્ન અંગ હતું. હવે સમાજ પુનઃ યોગની શરણમાં જઈ રહ્યો છે. અમદાવાદના પ્રસિદ્ધ યોગ ગુરૃ હરેશ કૈલા દ્વારા તેમની સંસ્થા 'યુવા રન ફાઉન્ડેશન'ના ઉપક્રમે તા. ૨ મે થી ૪ મે દરમ્યાન કીલુભાઈ વસંતની વાડી, વિશાલ હોટલ સામે, જામનગરમાં ત્રિદિવસીય યોગ મહાકુંભનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. યોગ ગુરૃ હરેશભાઈ કૈલાએ આ આયોજનમાં સહયોગી શ્વાસ ઈન્ડિયાના ભાર્ગવભાઈ ઠાકર તથા રાજેશભાઈ પરમાર સાથે 'નોબત' કાર્યાલયની મુલાકાત લઈ 'નોબત'ના તંત્રી શ્રી પ્રદીપભાઈ માધવાણી તથા દર્શકભાઈ માધવાણી અને પત્રકાર આદિત્ય સાથે યોગ મહાકુંભના આયોજન અંગે ગોષ્ઠી કરી હતી.

ત્રિદિવસીય યોગ મહાકુંભના પ્રથમ દિને એટલે કે તા. ૨-૫-૨૦૨૦ના અંતર્ગત ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખ્યાતનામ કલાકાર રાજભા ગઢવી (ગીર), કેશવ બારોટ તથા તેમના સાથી કલાકારો શબ્દસૂરની રમઝટ બોલાવશે.

યોગ મહાકુંભના દ્વિતીય દિને એટલે કે તા. ૩-૫-૨૦૨૦ના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ વયજૂથ અંતર્ગત યોગ સ્પર્ધા યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવશે. યોગ સ્પર્ધામાં જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલે કે સમગ્ર હાલારની શૈક્ષણિક સંસ્થાઓના અંદાજીત ર હજાર વિદ્યાર્થીઓના ભાગ લેશે. જામનગર પૂર્વે રાજકોટની આત્મીય કોલેજ તથા જૂનાગઢની કૃષિ યુનિવર્સીટીમાં યોગ સ્પર્ધાનું આયોજન સફળ રહ્યું છે.

યોગ મહાકુંભના તૃતીય દિન એટલે કે તા. ૪-૫-૨૦૨૦ના દિને જાહેર જનતા માટે યોગ શિબિર યોજાશે. કોઈ પણ નાગરિક આ યોગ શિબિરનો લાભ લઈ શકશે.

યોગ સ્પર્ધા તથા યોગ શિબિરમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૃરી છે. એદૃટ્ઠિેહ ર્કેહઙ્ઘટ્ઠંર્ૈહ.ર્ખ્તિ  પરથી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. તેમજ વધુ વિગત માટે (મો.૯૬૮૭૧ ૦૬૮૦૮, ૮૨૩૮૮ ૯૨૬૨૨) પર સંપર્ક કરવો.

ઉલ્લેખનીય છે કે યોગ ગુરૃ હરેશ કૈલા છેલ્લા ૨૦ વર્ષથી યોગની તાલીમ આપી રહ્યા છે. તેમણે દેશ વિદેશમાં ૫૦૦થી વધુ યોગ શિબિરો વડે હજારો લોકોના જીવનમાં તંદુરસ્તીના પ્રાણ ફૂંક્યા છે. જામનગરમાં આ પૂર્વે તેઓ પોલીસ હેડક્વાટર તથા બેડીગેઈટ સ્વામિનારાયણ મંદિરમાં યોગ શિબિર સંપન્ન કરી ચૂક્યા છે. હરેશ કૈલા વિદ્યાર્થીઓને યોગ તરફવાળવા વિશેષ પ્રયાસરત છે. કારણકે યોગ વિદ્યાર્થીઓના સમગ્ર જીવનમાં અજવાળું આપી શકે છે. ખીલ, ખરતા વાળ, મેદસ્વીતા, કમજોરી વગેરે યુવા વર્ગની સમસ્યાઓ યોગ વડે દૂર કરી શકે છે. તેમજ યોગના ક્ષેત્રે રોજગારીની પણ વિપૂલ તકો ઉપલબ્ધ બની છે.

હરેશ કૈલા પ્રાણાયામ અંતર્ગત ૫ મિનિટ સુધી પોતાના શ્વાસ રોકી શકે છે. જે તેમની યોગ ક્ષેત્રમાં મહારથને ઉજાગર કરે છે. તેઓ યોગ મહાકુંભ પહેલાના દોઢ મહિના જામનગરમાં જ રહેશે અને આ સમય દરમ્યાન જનજાગૃતિ જેવું કાર્ય કરી યોગ વડે સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા ફીટનેસ મેનેજમેન્ટના ગુણો લોકોને શીખવશે. સાયટીકા, ગોઠણનો દુઃખાવો વગેરે પ્રકારના દુખાવામાં તેમનું માર્ગદર્શન સચોટ સાબિત થાય છે. યોગ ને ઘર ઘર સુધી પહોંચાડવા હરેશ કૈલા વિવિધ શહેરોમાં હાઈટેક યોગ સેન્ટર શરૃ કરવાનો સંકલ્પ લઈ આગળ વધી રહ્યા છે. તેમનો સંકલ્પ સત્યમાં પરિણમે તેવી શુભેચ્છા સાથે...

close
Nobat Subscription