તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કોર્ટ-કચેરીના કામમાં ખર્ચમાં વધારો થાય. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૫-૮
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ રાજકીય-સરકારી કામમાં આપને સાનુકૂળતા મળે. જાહેરક્ષેત્રના કામમાં-સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૪
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં લાભ-ફાયદો જણાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામ થાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૬
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપની ગણતરી-ધારણાં પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૭
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાન માટે ખર્ચ-ખરીદી થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૬
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયત્નો કરે. આકસ્મિક ખર્ચ જણાય. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૨
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો સાનુકૂળતા રહે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. સામાજિક-વ્યાવહારિક કામમાં ધ્યાન રાખવું. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. આપના કામમાં ભાઈ-ભાંડુવર્ગનો સહકાર મળે. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૪-૮
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામના ઉકેલથી રાહત થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૭
તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૯
આપના માટે મિલન-મુલાકાત કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ દરમિયાન વ્યસ્તતામાં વધારો થાય. જાહેરજીવન ક્ષેત્રે વધારે સક્રિય રહેશો. સામાજિક જીવનમાં મિલન-મુલાકાતના પ્રસંગો બને. નવા સંબંધો રચાઈ શકે. વ્યવસાયિક દૃષ્ટિએ સપ્તાહના અંત ભાગમાં અણધાર્યો લાભ થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં ઉછાળો જોવા મળે, જ્યારે આરોગ્ય બાબતે સમય થોડો નબળો જણાય છે. આહાર-વિહારમાં તકેદારી રાખવી સલાહભરી રહેશે. સંતાન અંગે ચિંતા હળવી થાય. તા. રપ થી ર૮ સામાજિક કાર્ય થાય. તા. ર૯ થી ૩૧ સ્વાસ્થ્ય જાળવવું.
આપના માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસોમાં સફળતા મેળવવામાં વધારે પરિશ્રમ નહિં થાય. માર્ગ આડેના અંતરાયો દૂર થતા જણાય. ધંધા-રોજગાર ક્ષેત્રે અણધાર્યું અને સુખદ પરિવર્તન જોવા મળે. આર્થિક સ્થિતિ મજબૂત બનતા, ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો, જો કે ગૃહસ્થજીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. પરસ્પર અહમ્નો ટકરાવ થતો જણાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવા પામે. મિત્ર સાથે મનમોટાવ હશે તો દૂર થાય. તા. રપ થી ર૮ સારી. તા. ર૯ થી ૩૧ મધ્યમ.
તમારા માટે આત્મચિંતન કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળામાં ભવિષ્યની યોજનાઓને અમલમાં લાવી શકો. ધારેલા કાર્યોને પાર પાડવા તનતોડ મહેનત કરવી પડે. ઉદાર-વિચારધારા કેળવશો તો સફળતા વહેલી મેળવી શકશો. કાર્યક્ષેત્રે નવીન કાર્યરચના થઈ શકે, જો કે મોટું આર્થિક સાહસ સમજીને કરવું યોગ્ય રહેશે. જમીન-મકાન, મિલકતને લગતી બાબતોમાં કોઈ પ્રશ્ન હશે તો તેનો નિકાલ આવે. ઘર-પરિવારની બાબતે સંતાનના અભ્યાસ-ભવિષ્ય અંગે ચિંતા રહે. તા. રપ થી ર૭ વ્યવસાયિક કાર્યબોજ. તા. ર૮ થી ૩૧ પારિવારિક કાર્ય થાય.
આપના માટે નફો-નુક્સાન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય બાબતોમાં વિશેષ કાળજી રાખવી જરૂરી બને. વ્યવસાયિક ક્ષેત્રે એક તરફ ધાર્યું કામ પાર પડે તો આકસ્મિક ખર્ચાઓને કારણે પણ પરેશાની રહે. પારિવારિક ક્ષેત્રે ભૌતિક સુખ-સગવડ પાછળ નાણાનો વ્યય થતો જણાય. આરોગ્ય બાબતે આ સપ્તાહ મધ્યમથી સારૂ રહે. યાત્રા-પ્રવાસ એકંદરે મજાના તથા યાદગાર પૂરવાર થાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે બોલાચાલી-ઘર્ષણ ટાળવું. તા. રપ થી ર૮ ખર્ચાળ. તા. ર૯ થી ૩૧ પ્રવાસ.
આપના માટે મિશ્ર ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન વ્યવસાયિક બાબતોમાં સફળતા મળે. તમારી મહેનતનું મીઠું ફળ ચાખવા મળે. નવા કોલ-કરાર થઈ શકે. નાણાકીય વ્યવહારમાં સરળતા રહે, જો કે ઘર-પરિવાર બાબતે વાતાવરણ ડહોળાઈ શકે છે. નાની-નાની વાતો મોટું સ્વરૂપ ધારણ ન કરે તેની કાળજી રાખજો. આરોગ્ય વિષયક કોઈ સમસ્યા જણાતી નથી. યાત્રા-પ્રવાસમાં અડચણ-રૂકાવટ આવી શકે. કોર્ટ-કચેરી, સરકારી કાર્યોમાં રાહત રહે. તા. રપ થી ર૮ લાભદાયી. તા. ર૯ થી ૩૧ વાદ-વિવાદ ટાળવો.
તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ દિવસોમાં નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. અણધાર્યા ખર્ચ આવી શકે છે. ઉછીના નાણા લઈ વ્યવહાર ચલાવો પડી શકે છે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય. જમીન-મકાન, મિલકતને લગતા પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભદાયક રહે. સ્વાસ્થ્યમાં સુધાર આવે. રોગો-તકલીફોમાંથી મહદ્અંશે છૂટકારો મેળવી શકશો. કૌટુંબિક વાતાવરણ એકંદરે શાંત રહે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધે. તા. રપ થી ર૭ આરોગ્ય સુધરે. તા. ર૮ થી ૩૧ ખર્ચ-વ્યય.
આપના માટે સામાજિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સપ્તાહ દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા વધે. નવી મુલાકાત-નવા સંબંધો સ્થપાય. વ્યવસાય ક્ષેત્રે આર્થિક પ્રગતિ નોંધી શકશો. સપ્તાહના અંતભાગ સુધીમાં આકસ્મિક લાભ થવાની પ્રબળ શક્યતા જણાય છે, જો કે સ્વાસ્થ્ય સંબંધી તકલીફોથી વ્યાકૂળ રહેશો. આહાર-વિહારમાં તકેદારી રાખવી ઈચ્છનિય બની રહે. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. કૌટુંબિક ક્ષેત્રે વાતાવરણ સામાન્ય રહે. તા. રપ થી ર૮ વ્યસ્તતા રહે. તા. ર૯ થી ૩૧ મધ્યમ.
આપના માટે શુભફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષમાં હોય, પરિસ્થિતિ થાળે પડતી જણાય. મહત્ત્વના કાર્યોમાં સરળતા-સુગમતા રહે. ધારેલું કાર્ય પાર પડતા ઉત્સાહમાં વધારો થાય, જો કે સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓની ટીકાઓનો ભોગ બનવું પડી શકે છે. વ્યવહારિક જીવનમાં વાણી-વર્તન ઉપર કાબૂ રાખવો હિતાવહ રહે. આરોગ્ય સુખાકારી મધ્યમથી સારી રહેવા પામે. પ્રવાસ-મુસાફરી આનંદદાયક તથા યાદગાર રહે. તા. રપ થી ર૮ શુભ. તા. ર૯ થી ૩૧ પ્રવાસ.
તમારા માટે ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયમાં માનસિક તાણનો અનુભવ થાય. ધીરજની કસોટી થતી જણાય. નજીકના સંબંધો વણસી શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. નોકરી-ધંધા-રોજગાર ક્ષેત્રે સફળતાના દર્શન થાય. આર્થિક સ્થિતિમાં ઉછાળો આવતો જોવા મળે. ઘર-પરિવારની બાબતમાં વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતામાં વધારો થાય. જમીન-મકાનને લગત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તા. રપ થી ર૭ લાભદાયી. તા. ર૮ થી ૩૧ વાદ-વિવાદ ટાળવો.
આપના માટે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કામકાજમાં વધારો થાય. નવી જવાબદારીઓ આપના શીરે આવી શકે છે. કોઈ રચનાત્મક પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકો છો. વ્યવસાય ક્ષેત્રે લાભની તકો પ્રાપ્ત થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી-મશીનરી પ્રારંભ માટે સમય યોગ્ય્ જણાય છે. જાહેર જીવન ક્ષેત્રે અવર-જવર રહે. કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથેની મુલાકાત ભવિષ્યમાં લાભદાયી પૂરવાર થાય. સ્વાસ્થ્ય્ બાબતે ઋતુગત બીમારીઓથી પરેશાની રહે. તા. રપ થી ર૮ કાર્યબોજ. તા. ર૯ થી ૩૧ મિલન-મુલાકાત.
આપના માટે ખર્ચ-ખરીદી કરાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયમાં નાણાકીય બાબતે સાવધાન રહેવું જરૂરી બને. સુખ-સગવડના સાધનો પાછળ આર્થિક વ્યય થતો જણાય. આવકની સામે જાવકનું પ્રમાણ વધારે રહેતા નાણાભીડનો અનુભવ થાય. સ્વાસ્થ્ય બાબતે સમય સાનુકૂળ રહેવા પામે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં કઠોર પરિશ્રમ થકી સફળતા પ્રાપ્ત થાય. સામાજિક જીવનમાં આપના કદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શત્રુ વિરોધીઓ પર વિજય મેળવી શકશો. જીવનસાથીથી લાભ થાય. તા. રપ થી ર૮ ખર્ચ-વ્યય. તા. ર૯ થી ૩૧ આરોગ્ય સુધરે.
તમારા માટે વ્યવસાયિક ક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ધંધા-રોજગાર ક્ષેત્રે નાના-મોટા પરિવર્તનો જોવા મળે. ધાર્યા લક્ષ્યાંકને પાર પાડવા આપ વધારે પરિશ્રમ કરશો. કાર્યશૈલી તથા વિચારધારામાં બદલાવ પણ આવી શકે. નાણાકીય સ્થિતિમાં અસમાનતા જોવા મળે. મોટા આર્થિક સાહસ સમજી-વિચારીને કરવા યોગ્ય રહેશે. પારિવારિક સદસ્યો તરફથી સ્નેહ-સહાય પ્રાપ્ત કરી શકશો. ભાઈ-ભાંડુ તરફથી લાભ થાય. પ્રવાસ આડેના અડચણો-રૂકાવટો દૂર થાય. તા. રપ થી ર૭ કૌટુંબિક કાર્ય થાય. તા. ર૮ થી ૩૧ વ્યવસાયિક કાર્ય થાય.