Advertisement

જામનગરની સિવિલ હોસ્પિટલને ૮.પ કરોડની કિંમતનું સિટી સ્કેનીંગ મશીન ફાળવાયું

મંત્રીઓ, મેયર, શહેર અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને કરી હતી રજૂઆતઃ

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તથા ડે. સી.એમ. નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તે સમયે આ તબક્કે જામનગર સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેનિંગ મશીન વસાવવાની વ્યવસ્થા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તથા ડે. સી.એમ. નીતિનભાઈ પટેલએ રજૂઆતને સ્વીકારી જામનગરની જનતાના હિત અર્થે અંદાજે રૃપિયા ૮.પ કરોડના ખર્ચે ૧ર૮ સ્લાઈડની અદ્યતન સિટી સ્કેનિંગ મશીનની ત્વરિત ફાળવણી કરી હતી. ગુજરાત રાજ્ય સરકારના આ નિર્ણયને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓએ આવકાર્યો હતો, તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit