Advertisement

વિકાસગૃહના ચિલ્ડ્રન વિભાગમાંથી તરૃણી ગુમ થતાં પોલીસને કરાઈ જાણ

તેણીનું અપહરણ થયાની વ્યક્ત થઈ આશંકાઃ

જામનગર તા. ૨૦ઃ જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગમાંથી રવિવારે એક તરુણી ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવી છે અને તેણીનું કોઈએ અપહરણ કર્યાની આશંકા વ્યકત થઈ છે.

જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ પર ગર્લ્સ વિભાગમાં રાખવામાં આવેલી રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરની કાજલ દિનેશભાઈ સોલંકી નામની પોણા તેર વર્ષની દેવીપુજક તરૃણી રવિવારે વિકાસગૃહમાંથી ગુમ થઈ છે.

આ બાબતની વિકાસગૃહના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગના કર્મચારી દક્ષાબા હેમતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. તેઓએ પોલીસને આ તરૃણીનો ફોટો તેમજ વર્ણન આપ્યા છે. ધોરણ આઠ સુધી અભ્યાસ મેળવનાર આ તરૃણી ઘઉંવર્ણો વાન, પાતળો બાંધો ધરાવે છે. તેણીના જમણા હાથમાં ઓમ ત્રોફાવેલો છે. છેલ્લે તેણીએ મરૃન રંગની બાંધણીવાળો દુપટો, કાળા રંગની ચોયણી અને પોપટી રંગની કુર્તી ધારણ કરેલી હતી. આ તરુણી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પીએસઆઈ યુ. કે. જાદવનો સંપર્ક કરવો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit