Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના વાડી વિસ્તારમાં સોમવારની રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા છ શખ્સને પોલીસે રૂ।.૩૪૮૦૦ સાથે પકડી પાડ્યા છે. ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના પાટીવાડી વિસ્તારમાં સોમવારની રાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે દોઢેક વાગ્યે ત્યાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે ઓરડીની બાજુમાં કૂવા નજીક જુગાર રમતા રણજીતસિંહ જીવુભા જાડેજા, રવિરાજસિંહ રામસંગ ચુડાસમા, પ્રવીણસિંહ સુરૂભા જાડેજા, નાથુભા મહોબતસિંહ વાઢેર, યુવરાજસિંહ હનુભા જાડેજા, ધનાભાઈ રમાભાઈ રાઠોડ નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૩૪૮૦૦ તથા ગંજીપાના કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial