છાતીના દુખાવાએ હર્યો પ્રૌઢનો જીવઃ શ્વાસની તકલીફ થતાં વૃદ્ધાનું મૃત્યુ

જામનગર તા. ૪ઃ જામનગરના એક પ્રૌઢનું છાતીમાં દુખાવો ઉપડયા પછી અને એક વૃદ્ધાનું શ્વાસ લેવામાં તકલીફ શરૃ થયા પછી સારવારમાં મૃત્યુ થયાં છે. પોલીસે બન્ને બનાવની તપાસ હાથ ધરી છે.

જામનગરના રણજિત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીકના પટેલ નગરની શેરી નંબર ત્રણમાં રહેતાંં ગોવિંદભાઈ રઘુભાઈ પઠાણ નામના પચ્ચાસ વર્ષના વાલ્મિકી પ્રૌઢને ત્રણેક દિવસથી છાતીમાં દુખાવો થતો હતો. તે દરમ્યાન ગઈકાલે સાંજે દુખાવો વધી જતાં ગોવિંદભાઈને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પુત્ર મુકેશભાઈ પઠાણે પોલીસને જાણ કરી છે.

જામનગરના સરૃ સેકશન રોડ પર આવેલા મનાલી એપાર્ટમેન્ટમાં રહેતાં વર્ષાબેન જોગેન્દ્રભાઈ રીંડાણી (ઉ.વ.૬૦) નામના નાગર વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેઓને રવિવારે બપોરે સારવારમાં લઈ જવામાં આવ્યા હતાં. તેઓનું ગઈકાલે મૃત્યુ થયાનું ધવલભાઈ ભૂપેેન્દ્રભાઈ પારેખે પોલીસમાં જાહેર કર્યું છેઅન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit