Advertisement

જામનગરની શાળા નં.૧૮ દ્વારા સન્માન સમારંભ

જામનગરની શાળા નં.૧૮ના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં આઈશ્રી સોનલ માઁ શૈક્ષણિક અને સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવીનું 'ભારત માતા'ની તસ્વીર વડે સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં વેક્સિનેશન, શેરી શિક્ષકો અંગે જાગૃતિ લાવવા, વાવાઝોડા સમયે લોકો માટે રહેવાની વ્યવસ્થા સહિતના વિવિધ સામાજિક કાર્યો કરવા બદલ ઋણ સ્વીકાર કરીને આઈ શ્રી સોનલ માતાજીના મંદિરમાં દેવીદાનભાઈ ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શાળા નં. ૧૮ ના આચાર્ય દિપકભાઈ પગાડ મિશ્રાજી, દિપકભાઈ, ભીમશીભાઈ, પરબતભાઈ અને સંદીપભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit