૩૦મી જૂન સુધીમાં વ્યવસાય વેરો ભરો અને મેળવો ૧૦૦ ટકા વ્યાજમાં માફી

જામનગર તા. ૪ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરામાં ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવનાર છે.

વ્યવસાય વેરા કાયદાના શેડયુલ્ડ-૧ ની એન્ટ્રી નંબર ૧(બી) થી ૧૦ સુધીની કેટેગરીમાં વ્યવસાયકારોને વેરો ભરવાનો બાકી હોય તેવા વ્યવસાયકારોને જનરલ બોર્ડ દ્વારા મંજૂર થયા અનુસાર તા. ૧-૪-ર૦ર૧ થી ૩૦-૬-ર૦ર૧ સુધી વ્યવસાય વેરા પર લાગેલ વ્યાજમાં ૧૦૦ ટકા રાહત આપવામાં આવેલ છે.

જે વ્યવસાયકારોને વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેમણે તા. ૩૦-૬-ર૦ર૧ સુધી ભરપાઈ કરી આપી ૧૦૦ ટકા વ્યાજ માફીનો લાભ લેવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.

ઈ.સી. ધારકોનો વ્યવસાય વેરો જામનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, દરેક સિવિક સેન્ટર રીક્વરી વેન તથા ઓનલાઈન તેમજ એચડીએફસી, આઈડીબીઆઈ, નવાનગર બેંકની તમામ બ્રાન્ચમાં પણ ભરપાઈ કરી શકાશે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit