Advertisement

લાલપુર તાલુકાની તરૃણી પર દોઢેક મહિના પહેલા કૌટુંંબિક કાકાએ ગુજાર્યું દુષ્કર્મ

ગુન્હો નોંધી પોલીસે કાકા-ભત્રીજાની કરી અટકાયતઃ

જામનગર તા. ૨૦ઃ લાલપુરના એક ગામમાં વસવાટ કરતી તરૃણીને તેણીના પિતરાઈ ભાઈ હાથ પકડીને કૌટુંંબીક કાકા પાસે મૂકી ગયા પછી કાકાએ તે તરૃણી પર પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. દોઢેક મહિના પહેલાં દુષ્કૃત્ય આચરાયા પછી ગુમસુમ રહેતી તરૃણીએ આખરે પરિવાર સમક્ષ ઉપરોકત બનાવની જાણ કર્યા પછી પોલીસમાં ફરિયાદ થઈ છે. પોલીસે આરોપી કાકા-ભત્રીજાને અટકાયતમાં લીધા છે અને કોવિડ ટેસ્ટ કરાવ્યો છે. લાલ૫ુર તાલુકામાં આવતાં એક ગામમાં વસવાટ કરતી સોળ વર્ષની તરૃણીને દોઢેક મહિના પહેલાં રાસંગપર ગામમાં વસવાટ કરતાં અને સંબંધમાં કાકા થતાં એક શખ્સે દુષ્કર્મનો ભોગ બનાવ્યાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તરૃણીને પિતરાઈ ભાઈ દોઢેક મહિના પહેલાં સમજાવી બુજાવીને પોતાની સાથે લઈ ગયો હતો. જ્યાં તેણે પોતાની પિતરાઈ બહેનને પોતાના જ કાકાને સોંપી હતી. તે પછી કાકામાંથી શયતાન બનેલા શખ્સે દુષ્કર્મનો ભોગ બનાવી ચુપ રહેવા માટે ધમકી આપી હતી. કાકાના દુષ્કૃત્યથી હેબતાઈ ગયેલી તરૃણી બનાવ પછી ગુમસુમ રહેતી હતી. જેની નોંધ તેણીના પરિવારે લીધા પછી અવારનવાર પૂછયું હતું પરંતુ ડરની મારી ચુપ રહેતી તે તરૃણીએ આખરે પરિવારજનોને આ કૃત્યની જાણ કર્યા પછી મેઘપર પોલીસ સ્ટેશન પહોંચી પીએસઆઈ કે આર સીસોદિયા સમક્ષ વિતક વર્ણવતાં પોલીસે તેણીની ફરિયાદ પરથી પિતરાઈ ભાઈ તથા કૌટુંબિક કાકા સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. ગઈકાલે બન્ને આરોપીની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે રજૂ કરવામાં આવ્યા છે. બન્નેના રિપોર્ટ આવ્યા પછી પોલીસ ધરપકડ કરશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit