Advertisement

નગરપાલિકા કારોબારી સમિતિની રચના તથા વિકાસ કામોની ચર્ચા

જામનગર તા. ૧૦ઃ સિક્કા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ન.પા.ના કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન પદે સૈયદ અબ્દુલકાદર બાપુની સર્વે સભ્યોની સહમતિથી વરણી કરવામાં આવી હતી.  આ તકે સિક્કા મુસ્લિમ જમાતના આગેવાન ઈકબાલ મેપાણી, આબીદ અલવાણી, ન.પા. પ્રમુખ જુસબભાઈ બારોયા, ઉપપ્રમુખ અસગર દાઉદ  ગંઢાર, કોંગ્રેસના તમામ સભ્યો, ગામના વડીલોએ અબ્દુલકાદર બાપુનું ફૂલહારથી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. કારોબારી ચેરમેન અબ્દુલકાદર બાપુએ સિક્કા ગામમાં સારા વિકાસ કામો માટે સંકલ્પ વ્યક્ત કરી સૌના સહકારની અપીલ કરી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit