Advertisement

જામનગરમાં મ્યુકરમાઈકોસિસના વોર્ડમાં સારવાર હેઠળના ૧પ દર્દીઓને રજા અપાઈ

છેલ્લા ર૪ કલાક દરમિયાન નવા ૩ દર્દીઃ કુલ ૧રપ સારવાર હેઠળઃ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં કોરોના નબળો પડ્યો છે, પરંતુ મ્યુકરમાઈકોસિસ (ફંગસ) ના દર્દીઓ વધી રહ્યા છે. આ દરમિયાન સારા સમાચાર મળ્યા છે કે, હોસ્પિટલમાંથી એક સાથે ૧પ દર્દીઓને રજા આપવામાં આવી છે.

જામનગરની હોસ્પિટલમાં ગઈકાલે ફંગસના વધુ ત્રણ દર્દીઓ દાખલ થયા હતાં, જ્યારે ગઈકાલે સાત દર્દીઓના ઓપરેશન પણ કરવામાં આવ્યા હતાં, તો ૧પ દર્દીની તબિયત સારી થતાં તેમને રજા આપવામાં આવી હતી. હાલની સ્થિતિએ ૧રપ દર્દીઓ સારવાર હેઠળ છે.

અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તો કુલ ર૧ર દર્દીઓ ફંગસના નોંધાયા હતાં તેમાંથી સાતની આંખ કાઢવી પડી હતી. પ૪ દર્દીને રજા આપવામાં આવી હતી, જ્યારે અત્યાર સુધીમાં પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit