જામનગર જિલ્લાના જોડિયામાં આઠમી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનને સફળતાઃ નાગરિકોનો સહયોગ

જોડિયા તા. ૪ ઃ જોડિયા ગ્રામ પંચાયત દ્વારા ૧ મે થી ૮ મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનની કરાયેલી જાહેરાતને મળી રહી છે સફળતા.

જામનગર જિલ્લાના જોડીયા ટાઉનમાં તા. ૧-૫ થી ૮-૫ સુધી આઠ દિવસ માટે ગ્રામ પંચાયત અને ગામના વેપારીઓ દ્વારા યોજાયેલી મિટિંગમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને સફળતા સાંપડી છે અને જોડિયા ટાઉનના તમામ વેપારીઓ અને નરગજનો સહયોગ આપી રહ્યા છે.

જોડિયા  ગ્રામપંચાયતના સભ્યોની મિટિંગ તાજેતરમાં મળી હતી, અને જોડિયા ગામના આગેવાનો તથા વેપારીઓ વગેરે આ મિટિંગમાં જોડાયા હતાં. જેમાં સર્વાનુમતે ૧-૫ થી તા. ૮-૫ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને સફળતા મળી રહી છે, અને વેપારીઓ તથા નાગરિકો લોકડાઉનની અમલવારી કરી રહ્યા છે.

જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના જેમા અનાજ-કરિયાણુ, દૂધ અને દવાઓ વગેરેની દુકાનો રાબેતા મુજબના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. જયારે અન્ય વેપાર-ધંધા અને લારીઓ વગેરે માટે નિર્ધારિત સમય નક્કી થયો છે. તે અનુસાર અન્ય વેપારીઓ અનુશાસન જાળવીને અમલવારી કરી રહ્યા છે અને સ્વૈચ્છિક લોકડાઉનને સફળતા મળી રહી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit