Advertisement

મેઘપર પાસે મોટર આડે શ્વાન ઉતરતા અકસ્માતમાં બે ભાઈના મૃત્યુ

સાથે જઈ રહેલા મહિલા સહિત ચારને થઈ ઈજાઃ પડાણા ગામના પરિવાર પર વજ્રઘાતઃ

જામનગર તા. ૨૦ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપરના પાટીયા પાસે ગઈકાલે બપોરે બેએક વાગ્યે પુરપાટ જતી એક મોટર આડે શ્વાન ઉતરતાં મોટરના ચાલકે તે શ્વાનને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં મોટર ગોથું મારી જતાં મોટરમાં જઈ રહેલાં પડાણા ગામના બે સગાભાઈઓના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયા છે અને સાથે જઈ રહેલાં ચાર વ્યક્તિઓને ઈજા થઈ છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.

આ કરૃણ અકસ્માતની વધુ વિગત મુજબ લાલપુર તાલુકાના પડાણા ગામના યશરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા તેમજ તેમના ભાઈ દિવ્યરાજસિંહ ઝાલા તથા રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા, પરાક્રમસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલા અને મોહિનીબા રાજદીપસિંહ ઝાલા નામના પાંચ વ્યક્તિઓ ગઈકાલે કોઈ કામસર જામનગર આવ્યા હતા.

તેઓ જીજે-૧૦-સીજી-૫૨૩૮ નંબરની ફોર્ડ કંપનીની ઈકો સ્પોર્ટ મોટરમાં પડાણા પરત જવા માટે બપોરના સમયે રવાના થયા પછી અંંદાજે દોઢેક વાગ્યે જ્યારે પડાણા પાસેની આશાપુરા હોટલ નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ રોડ પર એક શ્વાન આડો  ઉતરતાં મોટર ચલાવી રહેલા યશરાજસિંહ ઝાલાએ તે શ્વાનને બચાવી લેવાનો પ્રયત્ન કરી મોટરને સાઈડમાં લેવાની ટ્રાય કરી હતી પરંતુ સ્પીડમાં રહેલી મોટરનું બેલેન્સ બગડતાં સર્પાકારે દોડેલી મોટર વારાફરતી ત્રણ ગોથાં મારી ગઈ હતી.

ભરબપોરે સર્જાયેલા આ અકસ્માતમાં મોટરમાં જઈ રહેલા લોકોની ચીસો સાંભળી ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. કોઈએ પોલીસને જાણ કરતાં મેઘપરથી પીએસઆઈ કે આર સીસોદીયા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. બનાવના સ્થળે ૧૦૮ પણ ધસી આવી હતી. તેમાં ઈજાગ્રસ્તોને મુકવાની તજવીજ શરૃ કરાઈ હતી. જેમાં રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા તથા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગા ભાઈઓ ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાનું ખુલ્યું હતું. બાકીના ત્રણ ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ, મોહિનીબા, યશરાજસિંહ તેમજ પરાક્રમસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલાને સારવાર માટે જામનગર લઈ જવાયા હતા. આ બનાવની પરાક્રમસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મેઘપર પોલીસે યશરાજસિંહ ઝાલા સામે આઈપીસી ૩૦૪(અ), ૩૩૭, ૩૩૮, ૨૭૯ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit