Advertisement
Author: નોબત સમાચાર

સરકાર માન્ય જમીન માપણી કામે લાયસન્સી સરવેયર બનવાની તક

તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર જિલ્લામાં સરકાર માન્ય જમીન માપણીની કામગીરી માટે જમીન માપણી નોંધણી સરવેયર તરીકે કામ કરવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડસ કમ એકત્રીકરણ અધિકારીની કચેરી જામનગર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.

જેમાં ૧૮ થી ૫૦ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જેમાં સિવિલ એન્જિનિયરીંગની ડીગ્રી ધરાવતા ઉમેદવારો, સિવિલ એન્જિનિયરીંગના સ્નાતકો, આઈ.ટી.આઈ., (સરવેયર)નો કોર્સ પાસ કરેલ સરવેયરો અરજી કરી શકશે. આ ઉપરાંત જમીન દફતર ખાતામાં સરવેયર સંવર્ગથી ઉતરતીન હોય તેવી કોઈપણ જગ્યા પર ૧૦ વર્ષ કે તેથી વધુ સેવા બજાવી હોય તેવા ૬૨ વર્ષથી નીચેના નિવૃત્ત અધિકારી/કર્મચારીઓ અરજી કરી શકશે.

અરજી કરનાર તમામ ઉમેદવારો કોમ્પ્યુટરને લગતા સર્વે વિષયક પ્રોગ્રામોની જાણકાર હોવા જરૂરી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની તાલીમ પૂર્ણ થયા બાદ જામનગર જિલ્લા કલેકટર દ્વારા સત્તાવાર નોંધણી પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ વાગ્યા સુધીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડઝ કમ એકત્રીકરણ અધિકારીની કચેરી, સેવા સદન-૩, પહેલા માળે, લાલ બંગલા કમ્પાઉન્ડ, જામનગરમાં અરજી કરી શકશે. તેમ સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડઝ કમ એકત્રીકરણ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh