Advertisement

ધરમપુર ગામમાં વાવાઝોડા પછી બંધ સ્ટ્રીટ લાઈટો શરૃઃ ગ્રામજનોને રાહત

ખંભાળીયા તા. ૨૦ ઃ ખંભાળીયાના ધરમપુર ગામમાં ગત તા. ૧૭ મે, ૨૦૨૧ ના આવેલા વાવાઝોડા પછી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ હતી. જેના પગલે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખંભાળીયા ક્રાંતિ યુવા મંચના સંયોજક અને ભાજપના પૂર્વ મંત્રી દિપકભાઈ બરછાએ આ બાબતે સરપંચ અને મંત્રીને જાણ કરતા નિદ્રાધીન તંત્ર કંઈક અંશે હરકતમાં આવ્યું હતું.

બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો અંગે ટીડીઓ પાઠવાયેલા પત્રમાં જણાવાયું હતું કે, ગ્રામ પંચાયત કે, આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો પાસે જો ગ્રાન્ટ ન હોય તો અમને લેખીતમાં આપે તો અમારી સંસ્થા ક્રાંતિ યુવા મંચ સ્ટ્રીટ લાઈટ સરખી કરાવી આપશે. આ ઉપરાંત સત્તાવાળાઓની ઢીલી કામગીરીની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયુું હતું. ક્રાંતિ યુવા મંચના સંયોજકની રજુઆતના પગલે તંત્ર સફાળુ જાગ્યું હતું અને બંધ સ્ટ્રીટ લાઈટો પુનઃ ચાલુ કરી હતી. જેના પગલે લોકોને રાહત મળી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit